Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Instagram લાવ્યું નવું ફીચર, વોટ્સએપની જેમ મોકલી શકાશે વોઈસ મેસેજ
ઈન્સ્ટાગ્રામના આ નવા વોઈસ મેસેજની એક ખાસ વાત એ છે કે, યુઝર્સ તેમના દ્વારા મોકલવામાં આવેલા કોઈ મેસેજને અનસેન્ડ પણ કરી શકે છે. તે માટે યુઝર્સને તેમના દ્વારા મોકલવામાં આવેલા મેસેજ પર લોંગ પ્રેસ કરવાથી તેના પર અનસેન્ડનું ઓપશન આવશે. નોંધનીય છે કે, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ફેસબુકની માલિકીવાળી કંપની છે અને જ્યારે વોઈસ મેસેજની વાત છે ત્યારે સમગ્ર દુનિયામાં ભારતમાં આ ફિચરનો સૌથી વધારે ઉપયોગ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સ માટે એક નવું ફીચર લઈને આવ્યું છે. ઇન્સ્ટાગ્રામના આ નવા ફીચર દ્વારા યૂઝર્સ વોટ્સએપની જેમ જ ઇન્સ્ટાગ્રામ પર વોઈસ મેસેજ રેકોર્ડ કરીને પોતાના ફ્રેન્ડ્ન અને ફેમિલી મેમ્બર્સને મોકલી શકશે. જણાવીએ કે, ઇનસ્ટાગ્રામનું આ નવું ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સ માટે જારી કરવામાં આવ્યું છે અને તેનો લાભ લેવા માટે યૂઝર્સે પહેલા ઇન્સ્ટાગ્રામ એપ અપડેટ કરવી પડશે.
ઈન્સ્ટાગ્રામે સત્તાવાર ટિવટ એકાઉન્ટ પર ટ્વિટ કરીને કહ્યું કે, આ એપ દ્વારા યુઝર્સ ડાઈરેક્ટ વોઈસ મેસેજ મોકલી શકશે. તે માટે યુઝર્સ હવે જ્યારે પણ તેના ચેટ ઓપ્શનમાં જશે ત્યાં તેને એક માઈક દેખાશે, યુઝર્સ આ આઈકનને લોંગ પ્રેસ કરીને તેમનો વોઈસ મેસેજ રેકોર્ડ કરી શકશે. જો યુઝર્સને એવું લાગે કે મેસેજ રેકોર્ડ કરવામાં કોઈ પ્રોબ્લેમ થયો છે તો તે લેફ્ટ સ્વાઈપ કરીને મેસેજને કેન્સલ પણ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -