આવું છે દુનિયાનું સૌથી નાનું પોકેટ કમપ્યૂટર, જાણો કિંમત અને ફીચર્સ
આ પીસીને મોનિટરના રિમોટથી ઑન-ઑફ કરી શકાય છે. તેમાં પીસી ફંક્શન્સની સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. લીવા ક્યૂની કિંમત 4G/32 GB, 10 હોમ સાથે 15,500 રૂપિયા છે જ્યારે લીવા ક્યૂ 4G/32GB OS વિનાના પીસીની કિંમત 13,500 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુનિયાનું સૌથી નાનું આ પીસી માત્ર 31.4 mm સાઈઝ અને 260 ગ્રામ વજન ધરાવે છે. 0.15 એલનું મિની પીસી વીઝા માઉન્ટની સાથે આવે છે.
લીવા ક્યૂમાં ડ્યૂલ નેટવર્ક ઑપ્શન, સ્ટાન્ડર્ડ RJ 45 લેન કનેક્ટર, 802.11 એસી+, બ્લૂટૂથ 4.1 વાયરલેસ કનેક્શનની સૈથે કનેક્ટિવિટી જેવા ફિચર્સ છે. સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 128 GB સુધીનું મેમરી કાર્ડ સપોર્ટ થઈ શકે છે.
નવી દિલ્હીઃ તાઇવાનની એલીટ કમ્પ્યૂટર સિસ્ટમ (ECS) એ ભારતમાં પોકેટ કમ્પ્યૂટર લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે, આ વિશ્વનું સૌથી નાનું પોકેટ સાઇઝ વિન્ડોઝ બેઝ્ડ કમ્પ્યૂટર છે. Liva Q (લિવા ક્યૂ) નામના આ પર્સનલ કમ્પ્યૂટરમાં ઇન્ટેલ અપોલો લેક પ્રોસેસર આપવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -