WhatsApp એન્ડ્રોઇડ માટે લાવ્યું આ ત્રણ નવા ફિચર્સ, જાણો કઇ રીતે કરે છે કામ?
આ ત્રણેય ફિચર ઓફિશિયલી રૉલઆઉટ કરવામાં આવ્યા છે. આ નવી અપડેટેડ એપને તમે ગૂગલ પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકે છે. આ યૂઝર્સને 2.18.79 વર્ઝનમાં મળશે.
જોકે, આ ફિચર iOS પ્લેટફોર્મ પર ક્યારે આવશે તેના વિશે કોઇ માહિતી નથી.
આનાથી પહેલા વૉઇસ કૉલ દરમિયાન વીડિયો કૉલ માટે વૉઇસ કૉલ કાપવો પડતો હતો, ત્યારપછી જ વીડિયો કૉલ કરી શકાતો હતો. જો રિસિપિએન્ટ ઇચ્છે તો આ રિક્વેસ્ટને રિઝેક્ટ કરી શકે છે, આવી સ્થિતિમાં વૉઇસ કૉલ ચાલુ રહેશે.
જો કોઇ યૂઝર ગ્રુપનું ડિસ્ક્રિપ્શન લખે છે, એડિટ કરે છે તો આ નોટિફિકેશન બધા ગ્રુપ યૂઝર્સની પાસે આવી જશે. આને આમ સમજો કે જેમ કોઇ મેમ્બર ફોટો બદલે છે તો તે નોટિફિકેશન ગ્રુપમાં જોડાયેલા બધા યૂઝર્સની પાસે આવી જાય છે, એવી જ રીતે નોટિફિકેશનમાં પણ થશે.
વૉઇસ કૉલથી વીડિયો કૉલમાં સ્વિચઃ- યૂઝર્સ વૉઇસ કૉલને કૉલ દરમિયાન વીડિયો કૉલમાં ફેરવી શકશો. હવે એન્ડ્રોઇડ યૂઝર્સને વૉઇસ કૉલ દરમિયાન વીડિયો ચેટ સ્વિચ બટન મળશે. જો યૂઝર આને પ્રેસ કરે છે તો વૉઇસ કૉલ પર અવેલેબલ બીજા વ્યક્તિને રિક્વેસ્ટ જશે. જો તે યૂઝર રિક્વેસ્ટ મંજૂર કરે છે તો ચાલું વૉઇસ કૉલ વીડિયો કૉલમાં ફેરવાઇ જશે.
ગ્રુપ ઇન્ફો ફિચરઃ- આ ફિચર તમે ગ્રુપ ઇન્ફોમાં જઇને ગ્રુપના બાકીના મેમ્બર્સના નામ કરી શકો છો. અત્યાર સુધી ગ્રુપ મેમ્બર્સનું નામ સર્ચ ન હોતું કરી શકાતું.
ગ્રુપ ડિસ્ક્રિપ્શનઃ- આ ફિચર ગ્રુપનું ફિચર છે, જેમાં યૂઝર ગ્રુપ માટે ડિસ્ક્રિપ્શન એડ કરી શકશો. આ નવા ફિચર અંતર્ગત તમે પોતાના અવેલેબલ ગ્રુપ માટે ડિસ્ક્રિપ્શન એડ કરી શકશો. આ બિલકુલ એવુ જ હશે જેનું અત્યાર સુધી તમે પોતાની પ્રૉફાઇલમાં ડિસ્ક્રિપ્શન એડ કરો છો. ગ્રુપનું આ ડિસ્ક્રિપ્શન કોઇપણ યૂઝર લખી શકે છે, એડિટ કરી શકે છે. આ બરાબર એવું જ હશે કે જેમ તમે ગ્રુપના ડિસ્પ્લે પિક્ચર કોઇપણ ગ્રુપ મેમ્બર બદલી શકે છે.
નવી દિલ્હીઃ વૉટ્સએપે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ માટે એક નવું ફિચર્સ અપડેટ કર્યું છે. આ એપમાં કુલ ત્રણ ફિચર લાવવામાં આવ્યા છે. પહેલું ફિચર છે ગ્રુપ ડિસ્ક્રિપ્શન, બીજું છે ગ્રુપ ઇન્ફોમ દ્વારા ગ્રુપ મેમ્બર્સ સર્ચ અને ત્રીજું ફિચર વૉઇસ કૉલમાંથી વીડિયો કૉલ સ્વિચ કરવાની સુવિધા આપે છે.