રિલાયન્સે લોન્ચ કર્યો વધુ એક 4જી સ્માર્ટફોન lyf water 3, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
4જી ઉપરાંત ફોનમાં વાઈ-ફાઈ 802.11 બી/જી/એન, બ્લૂટૂથ 4.1, જીપીએસ, જીપીઆરએસ/એજ અને માઈક્રો યૂએસબી જેવા ફીચર છે. લાઈફ વોટર 3નું ડાયમેંશન 15.6x77x7.7 મિલીમીટર અને વજન 164.6 ગ્રામ છે. ઉપરાંત ફોનમાં એમ્બિયન્ટ લાઈટ સેન્સર, પ્રોક્સિમીટી સેન્સર, ઈ-કમ્પાસ અને એક્સેલેરોમીટર જેવા ફીચર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાઇફ વોટર 3 એન્ડ્રોઈડ 5.0 લોલીપોપ પર ચાલે છે. આ એ હાઈબ્રિડ ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. જોકે એક સીમ સ્લોટમાં 4જી નેટવર્ક હોવા પર અન્યમાં 4જી સપોર્ટ જ મળશે. ફોનનો પાવર વધારવા માટે 3000 એમએએચની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે બેટરીથી 6 ટકાલ સુધીનો ટોક ટાઈમ અને 128 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ મળશે.
કેમેરાની વાત કરીએ તો વોટર 3માં ફ્લેશની સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. આ ફોનમાં સેલ્ફી લેવા માટે 5 મેગાપિક્સલનો ફિક્સ્ડ ફોકસ ફ્રન્ટ કેમેરા પણ છે. આ ફોન 4G VOLTE સપોર્ટની સાથે આવે છે.
લાઈફ વોટર 3માં 5.5 ઇંચ (1280 x 720 પિક્સલ) એચડી ડિસ્પ્લે છે. સ્ક્રીનની ડેનસિટી 267 પીપીઆઈ છે. આ ફોનમાં 1.5 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર ક્વાલકોમ એમેસએમ 8939 પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે એડ્રોનો એ4053ડી જીપીયૂ અને 2 જીબી રેમ છે. આ સ્માર્ટફોનમાં 16 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેનાથી માઈક્રોએસડી કાર્ડ દ્વારા 32 જીબી સુધી વધારી શકાય છે.
રિલાયન્સ રિટેલે પોતાના લાઈફ બ્રાન્ડ હેઠળ એક નવો 4જી સ્માર્ટપોન વોટર 3 લોન્ચ કર્યો છે. લાઈફ વોટર 3 સ્માર્ટફોનની કિંમત 6599 રૂપિયા છે. આ ફોન એક્સક્લૂસિવ શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ હસે અને તેની સાથે રિલાયન્સ જિયોની હેપ્પી ન્યૂ યર ઓફર પણ મળશે. ફોન સિલ્વર કલર વેરિઅન્ટમાં મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -