હવે ભારતમાં આ કંપની બનાવશે iPhone, ક્યાં સ્થપાશે પ્લાન્ટ ને કઇ છે કંપની, જાણો વિગતે
એપલને જે કંપની આઇફોન બનાવી આપે છે તે ફૉક્સકૉને કહ્યું કે, તે હવે ભારતમાં ટુંકસમયમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે, આના પ્લાનિંગ માટે તે ભારત આવશે, તે ચીનથી પોતાના મેન્યૂફેક્ચરિંગ બેઝને શિફ્ટ કરવાનું પણ પ્લાનિંગ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફૉક્સકૉનના સીનિયર ઓફિસર ભારતમાં આવીને પોતાની ફેક્ટરી સ્થાપવાને લઇને જલ્દી નિર્ણય લઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં લૉ એન્ડ એપલ આઇફોન 6S અને આઇફોન SE ને પહેલાથી વિસ્ટ્રૉન દ્વારા એસેમ્બલ કરવામાં આવી રહ્યાં છે. જોકે, હવે આ સ્માર્ટફોન્સને એટલે કે હાઇએન્ડને ફૉક્સકૉન દ્વારા એસેમ્બલ કરવામાં આવશે.
નોંધનીય છે કે, ફૉક્સકૉન પ્લાન્ટને તામિલનાડુના શ્રીપેરુમબુદુરમાં સ્થાપવામાં આવી શકે છે, ત્યાં ફૉક્સકૉન પહેલાથી જ શ્યાઓમી કોર્પના ફોન બનાવી રહી છે. હવે તે 25 બિલિયન ભારતીય રકમનું વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશે જેનાથી પ્લાન્ટને વધારી શકાય, આમાં આઇફોન પણ સામેલ હશે.
નવી દિલ્હીઃ એપલ ટુંકસમયમાં હાઇએન્ડ ફ્લેગશિપ આઇફોન જેવા iPhone XS, XS Max અને XRને ભારતમાં બનાવી શકે છે. આવું એટલા માટે કેમકે કૂપર્ટિનો જાયન્ટ હવે ચીનમાં લાગેલા પોતાના પ્લાન્ટ પર વધુ પડતા નિર્ભર રહેવા નથી માંગતી, અને ભારતમાં આ સ્માર્ટફોન્સને બનાવવામાં માંગે છે, જેના કારણે આની કિંમતમાં ઘટાડો કરી શકાય, સાથે સાથે સેલિંગમાં પણ વધારો કરી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -