વ્હોટ્સએપમાં વીડિયો કૉલિંગ છે ફ્રી, છેતરામણાં મેસેજથી રહો દૂર
જેમા લખવામાં આવેલું હોય છે કે, જો તમે આ લિંક પર ક્લિક કરશો તો તમે ફ્રી વીડિયો કૉલિંગ કરી શક્શો. હકિકતમાં તમારે વીડિયો કૉલિંગ માટે કોઇ લિંક પર જવાની જરૂર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવ્હોટ્સએપે કાલે જે પોતાની વીડિયો કૉલિંગ લૉંચ કરીને પોતાના યૂઝરને નવી ભેટ આપી છે. ત્યારે તેનો લાભ અમુક ફેક કંપની એક લિંક આપીને લેવા માંગે છે. ત્યારે એપના યૂઝર આ પ્રકારની લિંક પર જવાની જરૂર નથી. જો તમે આ લિંક પર જશો તો તમારા રૂપિયા પણ કાપાઇ શકે છે. આ લિંકને વ્હોટ્સએપ સાથે કોઇ લેવા દેવા નથી.
નવી દિલ્લીઃ વ્હોટ્સએપમાં વીડિયો કૉલિંગ નવુ ફિચર આવ્યું છે. ફિચર તો સારૂં અને નવું છે પરંતુ તેના કારણે લોકો છેતરાઈ પણ રહ્યા છે. વ્હોટ્સએપે કાલે ભારતમાં વીડિયો કૉલિંગ ફિચર લૉંચ કર્યું હતું. તેની સાથે સાથે વ્હોટ્સએપમાં ઘણા ફેક છેતરામણા મેસેજ પણ વાઇરલ થઇ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -