વોડાફોને માઈક્રોમેક્સની સાથે મળીને લૉંચ કર્યો 4G સ્માર્ટફોન, Jioને આપશે ટક્કર, જાણો વિગત
2899 રૂપિયામાં આ સ્માર્ટફોન ખરીદવો પડશે, જો તમે માઈક્રોમેક્સ અને વોડાફોનના આ સ્માર્ટફોન ભારત 2 અલ્ટ્રાને ખરીદવા માંગો છો તો તમારે 2899 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. કંપનીના મતે આ ફોનની કિંમત 2899 રૂપિયા છે જો કે તેમાંથી 1900 રૂપિયા રિફંડ કરવામાં આવશે.
માઈક્રોમેક્સના ફોનની સાથે વોડાફોનનું કોલિંગ અને ડાટા પ્લાનની ઓફર મળશે. આ નવો સ્માર્ટફોન ભારત 2 અલ્ટ્રા હોઈ શકે છે. કંપનીએ તેના પહેલા ભારત-2 લૉંચ કર્યો હતો. તેના 2 મિલિયનથી વધારે ડિવાઈસ માર્કેટમાં વેચાઈ ચૂક્યા છે.
આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે ગ્રાહકોને 150 રૂપિયાનું મહીને રિચાર્જ કરાવવું પડશે. 18 મહીના પુરા થયા પછી ગ્રાહકને 900 રૂપિયાનું કેશબેક મળશે. તેના પછી ફરી 18 મહિના થયા પછી 1 હજાર રૂપિયાનું કેશબેક મળશે. જીયોના બજારમાં આવ્યા પછી ટેલીકોમ માર્કેટમાં ખલબલી મચી ગઈ છે.
માઈક્રોમેક્સનો ભારત 2 અલ્ટ્રા એન્ડ્રોઈન્ડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં ક્વાડ કોર સ્નેપ પ્રોસેસર આપવામાં આવ્યું છે, તેમાં 512 એમબી રેમ અને 4જીબી ઈંટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યો છે. આ ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 0.3 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.
જિયો 1500 રૂપિયામાં 4G ફીચર ફોન આપી રહ્યું છે. આટલા રૂપિયા ત્રણ વર્ષમાં ગ્રાહકને રિફંડ કરી દેવામાં આવશે. એરટેલ કાર્બનની સાથે મળીને 4G સ્માર્ટફોન લૉંચ કરી ચૂક્યું છે. હાલ આ સ્માર્ટફોન 2900 રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યો છે. આ સ્માર્ટફોનની રકમ પાછી લેવા માટે ગ્રાહકને અમુક શરતો પાળવી પડશે. આ પ્રકારે એરટેલનો ફોન 1399 રૂપિયામાં મળી શકે છે.
ભારત 2 અલ્ટ્રા એક એન્ડ્રોઈન્ડ સ્માર્ટફોન છે. આ ફોન 4G VOLTE સપોર્ટ કરે છે. આ ફોનને માઈક્રોમેક્સે 999 રૂપિયાની ઓછી કિંમતે બજારમાં લૉંચ કર્યો છે.
નવી દિલ્લી: ભારતીય સ્માર્ટફોન કંપની માઈક્રોમેક્સે વોડાફોનની સાથે મળીને માર્કેટમાં સસ્તો 4G સ્માર્ટફોન લૉંચ કરી દીધો છે. Bharat2 Ultra ફોનની કિંમત 999 રૂપિયા હશે. કંપનીએ આ સસ્તો 4G સ્માર્ટફોન બજારમાં જીયોને ટક્કર આપવા માટે લૉંચ કર્યો છે.