WhatsApp લાવ્યું નવું ફીચર, હવે શેર કરી શકાશે Live Location
Whatsapp લાઈવ લોકેશન ફીચર પર છેલ્લા કેટલાક સમયથી કામ ચાલી રહ્યું હતું. આ ફીચર પણ મેસેજની માફક જ એન્ડ-ટૂ-એન્ડ ઈન્ક્રિપ્ટ હશે, મતલબ કે તમે જેની સાથે તમારી માહિતી શેર કરો છો તેના સિવાય કોઈ ત્રીજો વ્યક્તિ તેને જોઈ નહીં શકે.
અગાઉ પણ, એપ્સ અને ઈન્ટરનેટ કંપનીઓ આ ફીચર પર કામ કરી ચૂકી છે. ઉબરમાં પણ તમે ઈચ્છો તેની સાથે તમારી ટ્રીપનું સ્ટેટસ શેર કરી શકો છો, જેનાથી કેબની રિયલ ટાઈમ મૂવમેન્ટ ટ્રેસ કરી શકાય છે. જૂનમાં સ્નેપચેટે પણ લોકેશન-શેરિંગ ફીચર લાઈવ કર્યું હતું, જેને સ્નેપ મેપ નામ આપવામાં આવ્યું હતું. ગૂગલે 2009માં ગૂગલ લેટિટ્યૂડ નામની પ્રોડક્ટ લોન્ચ કરી હતી, જેને ચાર વર્ષ પહેલા બંધ કરી દેવાઈ છે.
વ્હોટ્સએપનું આ ફીચર 18 ઓક્ટોબરથી મળવાનું શરૂ થશે. જેના ઉપયોગ માટે તમારે અટેચમેન્ટ બટનનો યુઝ કરવાનો રહેશે, અને ત્યારબાદ તમે તમારું લાઈવ લોકેશન શેર કરી શકશો. એક વાર લાઈવ લોકેશન શરુ કર્યા બાદ તમે 15 મિનિટ સુધી, કલાક સુધી કે પછી આઠ કલાક સુધી તેને ચાલુ રાખી શકશો. તમારું લાઈવ લોકેશન સામે વાળા વ્યક્તિને કાર્ડ ટાઈપ મેસેજમાં મળશે, અને તેમાં વ્યૂ લાઈવ લોકેશન ઓપ્શન મળશે. સેન્ડર જ્યારે પણ લોકેશન શેરિંગ અટકાવવા માગે ત્યારે સ્ટોપ શેરિંગ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે.
નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી મેસેજિંગ એપ WhatsApp પોતાના યૂઝર્સ માટે નવું લાઈવ લોકેશન શેરિંગ ફીચર રજૂ કર્યું છે. આમ તો તમે વ્હોટ્સએપ પર પહેલા પણ વર્તમાન લોકેશન મોકલી શકતા હતા, પરંતુ તે લાઈવ અપડેટ ન હતું. હવે નવા ફીચર્સથી તમે કોઇને પણ તમારું લાઈવ લોકેશન મોકલી શકો છો, જે સતત તમારા લોકેશન વિશે તમારા મિત્રોને જણાવતું રહેશે.