✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિન્ડોઝ 10માં ભૂલ શોધવા પર માઈક્રોસોફ્ટ આપશે 1.6 કરોડ રૂપિયા, કંપનીએ શરૂ કર્યો Windows Bounty Programme

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jul 2017 09:53 AM (IST)
1

નવી દિલ્હીઃ જો તમે કરોડપતિ બનવા માગો છો તો તમારે માટે ખાસ તક છે, તેના માટે તમારે માઈક્રોસોફ્ટના વિન્ડોઝ 10 સોપ્ટબેરમાં ખામી (બગ) શોધવાનો રહેશે. વિશ્વની જાણીતી ટેક્નોલોજી કંપની માઈક્રોસોપ્ટે વિન્ડોઝ 10ને સૌથી સુરક્ષિત બનાવવા માટે Windows Bounty Programme શરૂ કર્યો છે. જે અંતર્ગત જો કોઈ વ્યક્તિ બિન્ડોઝ 10માં બગ શોધી આપશે તો કંપની તેને 500થી લઈને 2.5 લાખ ડોલર એટલે કે 1.6 કરોડ રૂપિયા આપશે. આ આગાઉ ગુગલ, ફેસબુક, અને એપલ જેવી કંપનીઝે પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે.

2

જયારે કંપની અનુસાર જો કોઈ શોધકર્તા એવી રીપોર્ટ રજુ કરે કે જેના વિશે માઈક્રોસોફ્ટને પહેલાથી જાણ છે. તેવી જાણકારી આપવાવાળા વ્યક્તિને ઇનામની ઉચ્ચતમ રકમનો 10મો ભાગ આપવામાં આવશે. એટલેકે અંદાજે 16 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

3

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુગલ, ફેસબુક , અને એપલે પણ પોતાના સોફટવેરમાં ખામીઓ શોધવા માટે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. અને આ પ્રકારના ઇનામો પણ આપવામાં આવ્યા છે. આગાઉ ‘જુડી’ નામના એક માલવેરે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પર ખુબજ સારી અસર પાડી હતી. જેમાં આ ખામી શોધનાર વ્યક્તિને ગુગલ કંપની તરફથી 2 લાખ ડોલરનું ઇનામ આપવામાં આવ્યું હતું. જયારે છેલ્લા બે વર્ષથી આ ઇનામ કોઈપણ જીતી શક્યું નથી.

4

સોફટવેર કંપની માઈક્રોસોફ્ટે આ કાર્યક્રમની શરૂઆત 2012થી કરી હતી. જયારે હવે કંપની તરફથી વીંડોઝ 10 માટે પણ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કંપની દ્વારા કરવામાં આવેલા એક પોસ્ટમાં જાણવામાં આવ્યું હતું કે, આ કાર્યક્રમમાં સોફટવેરમાં ખામીઓના કોડ, સુરક્ષા, તેમજ મહત્વપૂર્ણ સુધારાઓ અને ગ્રાહકોની સુવિધાઓ ધ્યાનમાં રાખીને જે કોઈ ખામીઓ(બગ) શોધી આપશે તેને આ ઇનામ આપવામાં આવશે.

5

માઈક્રોસોફ્ટના આ કાર્યક્રમ અંતર્ગત કોમ્પુટર ઓપરેટીંગ સીસ્ટમ વીંડોઝ 10ને ખામીઓ મુક્ત અને વધારે સુરક્ષિત કરવામાં આવશે. અને આ કાર્યક્રમમાં જે કોઈ ખામીઓ શોધી આપશે તેને ૨.૫૦.૦૦૦ ડોલરનું ઇનામ આપવામાં આવશે. જે ભારતીય નાણા મુજબ ૧.60 કરોડ છે.

  • હોમ
  • ગેજેટ
  • વિન્ડોઝ 10માં ભૂલ શોધવા પર માઈક્રોસોફ્ટ આપશે 1.6 કરોડ રૂપિયા, કંપનીએ શરૂ કર્યો Windows Bounty Programme
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.