8 નવેમ્બરે લોન્ચ થશે મોટો M, જાણો કેવા હશે ફીચર્સ
મોટો zની કિંમત 39,999 અને મોટો zની કિંમત ભારતમાં 24,999 રૂપિયા હશે. આ સ્માર્ટફોન એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 17 ઓક્ટોબરથી વેચાણ માટે ઉપલબ્ધ થયા હતા.
મોટોરોલાએ પોતાના મોસ્ટ અવેટેડ સ્માર્ટપોન મોટો z અને મોટો z પ્લે પાછલા મહિને જ ભારતમાં લોન્ચ કર્યા હતા.
એવા અહેવાલ પણ સામે આવ્યા હતા કે 8 નવેમ્બરે મોટો એમની સાથે જ લેનેવો વાઈબ પી2 સ્માર્ટફોન પણલોન્ચ કરશે. જો પી2ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો ફોનની બેટરી 5100 mAhની છે જે આ ફોનની યૂએસપી છે. ફોનની બેક સાઈડ પ્લાસ્ટિકની છે જેના પર મેટલ ફિનિશ આપવામાં આવ્યું છે.
આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો રિયર અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો હોવાની જાણકારી સામે આવી છે. સ્માર્ટફોનમાં 3000mAhની બેટરી હોઈ શકે છે. મોટો M ટર્બો ચાર્જિંગથી સજ્જ હશે. સ્માર્ટફોન એન્ડ્રોઈડ માર્શમૈલો 6.0 પર ચાલશે.
મોટો Mને જાણીતી બેન્ચમાર્ક વેબસાઈટ Antutu પર પણ લિસ્ટ કરવામાં આવ્યો છે. Antutu લિસ્ટિંગ અનુસાર મોટો Mમાં 5.5 ઈંચની ફુલ એચડી સ્ક્રીન હશે. મોટો Mમાં 4GB રેમની સાથે હેલિયો P10 પ્રોસેસર હોઈ શકે છે.
નવી દિલ્હીઃ લેનોવો 8 નવેમ્બરના રોજ મોટો M સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં મોટો M સ્માર્ટપોનને લઈને કેટલીક જાણકારીઓ સામે આવી છે.