મોટોરોલા લાવી રહ્યું છે 6GB રેમવાળો આ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
ફોનમાં 2.2 GHz ક્વાલકૉમ સ્નેપડ્રેગન 630 ઓક્ટાકોર પ્રૉસેસર આપવામાં આવ્યું છે. ફોનના બે વેરિએન્ટ 3GB+32GB અને 4GB+64GB મેમરી કૉમ્બિનેશનની સાથે અવેલેબલ છે. ફોનની મેમરીને એક્સટર્નલ મેમરી કાર્ડની મદદથી 2TB સુધી વધારી શકાય છે. ફોનમાં 3,000 mAhની બેટરી આપવામાં આવી છે.
Moto X4-6GB ફોનમાં 1080X1920 પિક્સલ રિઝોલ્યૂશન વાળી 5.2 ઇંચની ડિસ્પ્લે છે. જેના પર ગોરિલ્લા ગ્લાસ પ્રૉટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરો છે અને 12MP+8MPનો ડ્યૂલ બેક કેમેરો છે. કેમેરાની સાથે ફેસ ફિલ્ટર અને બ્યૂટિફિકેશન મૉડ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.
આ ફોનમાં સ્માર્ટ નૉટિફિકેશન ફિચર અવેલેબલ છે. ફોનને ફાસ્ટર, સ્માર્ટર અને શાર્પર ગણાવાયો છે. આ ફોનની બૉડી એલ્યુમિનિયમની છે. કહેવાય છે કે આ ફોનની કિંમત 25,000 રૂપિયા રાખવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોન માર્કેટમાં રોજ નવા નવા મોબાઇલ લૉન્ચ થઇ રહ્યાં છે. શ્યાઓમીથી લઇને લેનવો, સેમસંગ અને આઇફોન જેવી કંપનીઓ પોતાના નવા ફોનને નવી સ્પેશ્યલાઇઝેશન સાથે માર્કેટમાં ઉતારી રહ્યાં છે. હવે આ કડીમાં મોટોરોલા એક નવો ફોન ઉતારવા જઇ રહ્યું છે, જે 6જીબી રેમ સાથે હાઇટેક ફિચર્સ સાથે હશે.
માહિતી પ્રમાણે, મોટોરોલા પોતાના નવો સ્માર્ટફોન Moto X4- 6GB રેમ સાથે લૉન્ચ કરવા જઇ રહી છે. જે 1લી ફેબ્રુઆરીથી ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. આ વાતની માહિતી મોટોરોલાએ એક ટ્વીટ કરીને આપી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મોટોરોલા આ ફોનના 3GB અને 4GB રેમ વેરિએન્ટને પણ લૉન્ચ કરી ચૂક્યુ છે, આને એન્ડ્રોઇડના 8.0 ઓરિયો ઓપરેરિંગ સાથે લાવવામાં આવશે.