મેટલ બોડીવાળો Moto M ભારતમાં થયો લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત
Moto Mની સાથે Moto Pulse 2 હેડસેટ ખરીદવા પર 1000 રૂપિયાની છૂટ મળશે. તે માત્ર 499 રૂપિયામાં મળશે.
કિંમતઃ Moto Mના 3 જીબી રેમ/32 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા અને 4 જીબી રેમ/64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા રાખવામાં આવી છે. બન્ને વેરિઅન્ટ્સ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ હશે અને 14 ડિસેમ્બરે રાત્રે 11.59 કલાકથી તેનું વેચાણ શરૂ થશે.
આ સ્માર્ટપોનમાં બેક સાઈડ પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ લાગેલ છે.
કનેક્ટિવિટીઃ કનેક્ટિવિટીની વાત કરીએ તો આ 4G VoLTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ, એનએફસી અને યૂએસબી ટાઈપ-સી સપોર્ટ કરે છે.
વોટર રેસિસ્ટન્ટઃ આ સ્માર્ટફોન પર સ્પ્લેશ પ્રૂફ નેનો કોટિંગ પણ લગાવવામાં આવી છે.
બેટરીઃ આ સ્માર્ટફોનમાં 3050 mAh બેટરી લાગેલ છે જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
ફ્રન્ટ કેમેરાઃ આ સ્માર્ટફોનનો ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલ છે.
બેક કેમેરાઃ સ્માર્ટફોનનો બેક કેમેરા 16 મેગાપિક્સલ છે, જેની સાથે ડ્યૂઅલ ટોન LED ફ્લેશ લાગેલ હશે.
રેમ અને સ્ટોરેજઃ રેમ અને સ્ટોરેજના આધારે તેના બે વેરિઅન્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. એકમાં 3 જીબી રેમની સાતે 32 જીબી સ્ટોરેજ છે અને બીજામાં 4 જીબી રેમની સાથે 64 જીબી સ્ટોરેજ છે. બન્ને બેરિઅન્ટ્સમાં 128 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડ લગાવી શકાય છે.
પ્રોસેસરઃ Moto Mમાં 2.2 GHz 64 બિટ મીડિયાટેક હીલિયો P15 પ્રોસેસર લગાવવામાં આવ્યું છે.
ડિસ્પ્લેઃ આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ ફુલ HD 2.5D IPS ડિસ્પ્લે લાગેલ છે. ડિસ્પ્લેનું રિઝોલ્યૂશન 1080 x 1920 પિક્સલ્સ છે.
Moto M મોટોરોલાનો મેટલ બોડીવાળો પ્રથમ સ્માર્ટફોન છે. તેને ઓક્ટોબરમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
લેનોવોએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Moto M લોન્ચ કર્યો છે. આ મોટોરોલા બ્રાન્ડનો મેટલ બોડીવાળો પ્રથમ સ્માર્ટફોન છે. તેને ભારતમાં રેમ અને સ્ટોરેજને આધારે 2 વેરિઅન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે.