✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioના ગ્રાહકોને બખ્ખાં જ બખ્ખા, 31 માર્ચ, 2017 સુધી રિલાયન્સ જિયો ફ્રી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Dec 2016 02:09 PM (IST)
1

2

3

સૂત્રોના કહેવા પ્રમાણે, કંપનીએ પાંચ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં દર મિનિટે 1000 અને દરરોજ છ લાખ ગ્રાહકો જોડ્યા છે. કંપનીએ જણાવ્યું કે, 83 દિવસોમાં તેમના ગ્રાહકોની સંખ્યા પાંચ કરોડને પાર કરી ગઇ છે. ટ્રાઇના નવા આદેશ પ્રમાણે, 3 ડિસેમ્બર બાદ જીયો સિમ ખરીદનારા લોકોને વેલકમ ઓફરનો લાભ મળશે નહીં.

4

તેમણે કહ્યું કે, જીયો સીમની હોમ ડિલીવરી શરૂ કરવામાં આવશે. 31 ડિસેમ્બર સુધી ડોર ટુ ડોર સિમ ડિલિવરી કરવામાં આવશે. જીયોમાં નંબર પોર્ટેબિલિટી સર્વિસ શરૂ કરવામાં આવશે.

5

નવી દિલ્હીઃ રિલાયન્સ ગ્રુપના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ લોકોને નવા વર્ષની ભેટ આપતા આજે જાહેરાત કરી હતી કે જીયો 4જી સીમના તમામ ગ્રાહકો 31 માર્ચ સુધી તમામ સેવાઓ ફ્રી રહેશે.

6

મુકેશ અંબાણી કહ્યું કે, અમને મહત્વના ફિડબેક મળ્યા છે. અમે પાંચ મિનિટમાં KYCની મદદથી સિમ એક્ટીવ કરી શકીએ છીએ. આ માટે ટ્રાઇ અને સરકારનો આભાર માનીએ છીએ.

7

તેમણે કહ્યું કે, જીયો હવે દેશી સૌથી ઝડપથી પ્રગતિ કરતી ટેક ફર્મ છે. જીયોએ પ્રથમ ત્રણ મહિનામાં વોટ્સએપ, ફેસબુક, અને સ્કાઇપ કરતા પણ વધુ ઝડપથી આગળ વધ્યું છે.

8

મુકેશ અંબાણીએ કહ્યું કે જીયો એક ડેટા-સ્ટ્રોંન્ગ નેટવર્ક છે અને ભારતના તમામ જીયો ગ્રાહક સરેરાશ એક બ્રોડબેન્ડ ગ્રાહકની સરખામણીમાં 25 ગણા વધુ ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે.

9

મુકેશ અંબાણીએ જીયો નેટવર્કને ફેસબુક કરતા પણ ઝડપી ગણાવ્યુ હતું. મુકેશ અંબાણીએ ડિમોટાઇઝેશન માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે જીયોને લોકોને ભરપૂર પ્રેમ આપ્યો છે પરંતુ અન્ય ઓપરેટરોએ અમારો સાથ આપ્યો નથી.

10

મુકેશ અંબાણીએ જીયોના તમામ ગ્રાહકો માટે “હેપ્પી ન્યૂ યર” યોજનાની જાહેરાત કરી. આ પ્લાન પ્રમાણે 31 માર્ચ,2017 સુધી તમામ જીયો ગ્રાહક અનલિમિટેડ ડેટા, કોલ, વીડિયો, અને વાઇફાઇનો મફતમાં ઉપયોગ કરી શકશે.

11

નોંધનીય છે કે રિલાયન્સની 4જી સેવાને લઇને તાજેતરમાં જ નવા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. આ આંકડાઓના મતે જીયોએ ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં પાંચ કરોડ યુઝર્સ જોડ્યા છે. નોંધનીય છે કે કંપની પાસે આખા દેશમાં 4જી સેવા આપવાનું લાયસન્સ છે.

  • હોમ
  • ગેજેટ
  • Jioના ગ્રાહકોને બખ્ખાં જ બખ્ખા, 31 માર્ચ, 2017 સુધી રિલાયન્સ જિયો ફ્રી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.