ગૂગલનું લેટેસ્ટ OS થયું લોન્ચ, Android Oમાં હશે આ Useful ફિચર્સ
દરવખતની જેમ આ વખતે પણ નેક્સ્ટ Android OSની જાહેરાત Google I/O માં હશે. 11મી Google I/O એન્યૂઅલ કૉન્ફરન્સ 17 થી 19 મે 2017 હોઇ શકે છે. આ કેલિફોર્નિયામાં આયોજિત કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ Android Oનું નામ શું હશે, તેના પર હજુ સસ્પેન્સ છે, પણ મીડિયા રિપોર્ટ્સ અને ટ્વીટર પર આવેલા કેટલાક ફોટોઝ અનુસાર આનુ નામ 'OREO' હોઇ શકે છે.
ગૂગલ Android O ઓપરેટિંગ સિસ્ટમ સૌથી પહેલા Google Pixel અને Pixel XL હેન્ડસેટમાં લૉન્ચ કરવામાં આવશે. ત્યારબાદ આને નેક્સસ ડિવાઇસ જેવા કે Nexus 6P, Nexus 5X, Nexus Player અને Pixel Cમાં અપડેટ કરવામાં આવશે. પછી અન્ય કંપનીઓના સ્માર્ટફોનમાં અપડેટ કરી શકાશે.
નવી ઓપરેટિંગ સિસ્ટમમાં એડવાન્સ વાઇ-ફાઇ સિસ્ટમ હશે. આ કઇ રીતે કામ કરશે તેના વિશે હજુ સુધી કોઇ માહિતી બહાર આવી નથી. આની સાથે કી-બોર્ડ નેવિગેશન પણ Android Oના નવા ફિચરનો ભાગ હશે.
આ એડવાન્સ ફિચરને લઇને યૂઝર વીડિયો કે ફોટોને જોવાની સાથે સાથે બીજી એપનો પણ યૂઝ કરી શકશે. આના યૂઝમાં વીડિયો જોતી વખતે એક પૉપઅપ આવશે, જેને યૂઝર સ્ક્રીનના કૉર્નર પર પ્લેસ કરી શકે છે. આ ફિચર યુટ્યૂબની જેમ કામ કરશે.
ગૂગલ Android O ઓપરેટિંગ સિસ્ટમમાં 'નૉટિફિકેશન ચેનલ્સ' નામનું એડવાન્સ ફિચર હશે, આની ખાસ વાત એ હશે કે યૂઝર જે એપ્સનું નૉટિફિકેશન ઇચ્છશે તેનુ ગ્રૂપ બનાવી શકશે. જો ન્યૂઝ એપમાં માત્ર ટેકના સમાચારો ઇચ્છતો હોય તો તે જ આવશે.
ગૂગલ નવી ઓપરેટિંગ સિસ્ટમ Android Oમાં બેટરી સેવરને લઇને કામ કરી રહી છે, ડેવલપર પ્રિવ્યૂ રિપોર્ટનું માનીએ તો આમાં 'બેકગ્રાઉન્ડ લિમિટ' નાનનું ફિચર એડ કરવામાં આવ્યુ છે. આ ફિચર બેકગ્રાઉન્ડમાં ચાલતી એપને સ્ટૉપ કરશે, જેનાથી બેટરી સેવ થશે.
ગૂગલે પોતાની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડનું નવું વર્ઝન Android Oનો પ્રથમ ડેવલપર પ્રિવ્યૂ જારી કર્યો છે. ડેવલપર્સ માટે મળનારી વાર્ષિક I/O કોન્ફર્ન્સના થોડા સપ્તાહ પહેલા જ તેને રિલીઝ કરવામાં આવ્યું છે. હાલમાં આ ઓએસ શરૂઆતના તબક્કામાં છે. પરંતુ એટલું જાણવા મળ્યું છે કે, હાલના Android Nougatની તુલનામાં તેમાં શું હશે નહું. આગળની સ્લાઈડ્સમાં વાંચો ગૂગલના લેટેસ્ટ ઓસમાં ક્યા નવા ફિચર્સ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -