રેડમીએ ચાર મિનિટમાં વેચ્યા 2.5 લાખ સ્માર્ટફોન, સરકારે આપ્યું આ મોટું નિવેદન
રેડમી 4એમાં એક્સલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, ગાયરોસ્કોપ, ઇન્ફ્રારેડ અને પ્રોકિસ્મિટી સેન્સર છે. આ સ્માર્ટફોનમાં 3120 mAhની બેટરી છે જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
Redmi 4Aમાં પીડીએએફ, 5 લેન્સ-સિસ્ટમ અને અપર્ચર એફ/2.2ની સાથે 13 મેગા પિક્સર રેયર કેમેરા છે. સેલ્ફી માટે અપર્ચર એફ/2.2ની સાથે 5 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા છે. કનેક્ટિવિટીનીવાત કરીએ તો તે 4G LTE ઉપરાંત આ ફોનમાં વાઈ-ફાઈ 802.11 બી/જી/એન, GPS, A-GPS અને બ્લૂટૂથ 4.1 જેવા ફીચર છે.
Xiaomi Redmi 4Aમાં 5 ઇંચના એચડી (720-1280 પિક્સલ) ડિસ્પ્લે છે. તેમાં 1.4GHz ક્વાડ-કોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસરની સાથે ગ્રાફિક્સ માટે એડ્રીનો 308 GPU છે. રેમ 2જીબી છે. ઇનબિલ્ટ સ્ટોરેજ 16જીબી છે જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે.
શ્યાઓમી ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનુ કુમાર જૈને ટ્વિટર પર લખ્યું, ચાર મિનિટમાં 2.5 લાખથી વધારે યૂનિટ વેચાયા. એમેઝોન પર પ્રતિ મિનિટ 50 લાખ હિટ થયા. તેનો જવાબ આપતા નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે કહ્યું કે, શ્યાઓમીનું ભવિષ્ય ચીનમાં નહીં પરંતુ ભારતમાં છે. રેડમી 4એ 4જી ફોન છે જેની કિંમત 5999 રૂપિયા છે.
ચેન્નઈઃ મોબાઈલ હેન્ડસેટ બનાવતી ચીનની કંપની શ્યાઓમીએ વેચાણના તમામ રેકોર્ડ તોડ્યા છે. કંપનીએ એમેઝોન પર પોતાના નવા સ્માર્ટફોન રેડમી 4એના માત્ર 4 મિનિટમાં 2.5 લાખ યૂનિટ વેચવાનો દાવો કર્યો છે. આ 4જી ફોનની કિંમત માત્ર 5999 રૂપિયા છે.