ભારતમાં શરૂ થયું નોકિયાના ફીચર ફોનનું વેચાણ, ફ્લિપકાર્ટ અને એમેઝોન પર કિંમત 2059 રૂપિયા
નોકિયા 150 ડ્યુઅલ સિમમાં માઈક્રો USB, 3.5mm AV કનેક્ટર, બ્લૂટૂથ 3.0, FM રેડિયો અને MP3 પ્લેયર ઉપલબ્ધ છે. આ ફોનમાં કેટલીક ગેમ્સ પ્રી લોલેડ મળે છે. તેનું વજન 81.0 ગ્રામ છે.
નોકિયા 150 ડ્યુઅલ સિમમાં પોલીકાર્બોનેટ બોડી આપવામાં આવી છે, જે સ્ક્રેચ-રેકિસ્ટન્ટ છે. આ એક ફીચર ફોન છે. તેમાં તમે બે 2જી સિમ ચલાવી શકો છો. ફોનમાં 2.4 ઈંચની QVGA ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં VGA રિઝોલ્યૂશનવાળો કેમેરો છે, જેની સાથે LED ફ્લેશ આપવામાં આવી છે.
નોકિયા 150 1020mAh બેટરીથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે, તે 22 કલાકનો બેકઅપ આપે છે. તે 25 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઈમ આપે છે. તેમાં માઈક્રો યૂએસબી ચાર્જિંગ છે. ઉપરાંત તેમાં એલઈડી ટોર્ચલાઈટ પણ આપવામાં આવી છે. આ નોકિયા સીરીઝ 30+ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં 32જીબી સુધી સ્ટોરેજ વધારી શકાય છે.
નવી દિલ્હીઃ ડિસેમ્બર 2016માં લોન્ચ થયેલ નોકિયા 150 ડ્યુઅલ સિમનું વેચાણ ભારતમાં શરૂ થયું છે. ઈ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર નોકિયાના આ ફોનની કિંમત 2059 રૂપિયા છે. આ એક ફીચર ફોન છે અને તેમાં વીજીએ કેમેરા આપવામાં આવ્યો છે. જોકે, તેના વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.