બ્લૂ વ્હેલ બાદ આ ગેમ પહોંચી ભારત, હારવા પર આપવો પડશે ન્યૂડ ફોટો
હાલમાં જ આ એક 23 વર્ષીય યુવકની સગીર સાથે આ પ્રકારની હરકત અંગે ધરપકડ કરવામાં આવી હતી.
આ ગેમ જૂની ગેમ ટ્રૂથ અને ડેર જેવી છે, પરંતુ આમાં ટ્રૂથ ગાયબ છે અને માત્ર ડેર માટે જ જગ્યા છે. બે પ્લેયરોવાળી આ ગેમમાં પ્લેયર્સ પરસ્પર ડેર પૂરા કરવા માટે કહે છે અને હારનારને વિજેતાની ઈચ્છા પુરી કરવાની હોય છે. આ ગેમમાં ખાસ કરીને અશ્લીલ તસ્વીર કે વીડિયોની માગ કરવામાં આવે છે.
માનવામાં આવી રહ્યું છે કે, આ ગેમની શરૂઆત આ જ વર્ષની શરૂઆતમાં યૂએસમાં થઈ છે. ઓગસ્ટમાં આ ટ્રેંડ કરવા લાગ્યો હતો પણ બ્લૂ વ્હેલ ગેમની ચર્ચાના કારણે આ ગેમ બહાર આવી નથી. આ ગેમ યંગસ્ટર્સના ક્લોઝ ગ્રુપમાં માત્ર ઈનવિટેશ પર ખોલવામાં આવે છે. આ ગેમ ભારતમાં હજું હમણા હમણાજ પ્રવેશ કરી રહી છે.
ડેક્કન ક્રોનિકલના સમાચાર અનુસાર, આ ગેમ રમનારને અંદરોઅંદર ડેર તરીકે કેટલાક ટાસ્ક પૂરા કરવા માટે આપવામાં આવે છે અને હારનારને પોતાની ન્યૂડ તસવીર શેર કરવાની હોય છે. થોડાક સમય પહેલા આ ગેમ ત્યારે સામે આવી જ્યારે મુંબઈ પોલીસે 20 વર્ષીય યુવકને સગીર યુવતીને અશ્લીલ તસ્વીર માગવાના ગુનામાં ધરપકડ કરી હતી.
નવી દિલ્લી: થોડા સમય પહેલા બ્લૂ વ્હેલ ગેમને લઈને દુનિયાભરમાં આત્મહત્યાની અનેક ઘટનાઓ સામે આવી હતી. ત્યારે ભારતમાં પણ અને ગેમ પ્લેર્સે આત્મહત્યા કરી લીધી હતી. હવે વધું એક નવી ગેમનો કિસ્સો સામે આવ્યો છે. આ ગેમનું નામ છે ‘ડેર એન્ડ બ્રેવ’.