Facebookની #10YearChallenge તમારા માટે બની શકે છે ખતરનાક! જાણો કેવી રીતે
જોકે ફેસબુકે આ મામલે કોઈપણ દખલગીરી ન હોવાનું કહ્યું છે. ફેસબુકે એક ટ્વિટમાં લખ્યું, 10 year challenge એક યૂઝર જનરેટેડ મીમ છે જે ખુદ શરૂ થયું અને તેમાં અમે સામેલ નથી. આ ફેસબુક પર લોકો દ્વારા કરવામાં આવતી મસ્તીનો પૂરાવો છે. ફેસબુકની આ સ્પષ્ટતા છતાં કેટલાક યૂઝર્સ કેટની થિયરી પર વિશ્વાસ કરી રહ્યા છે કારણ કે ડેટા કલેક્શનને લઈને ફેસબુક પહેલા પણ રડાર પર આવી ચૂક્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટે એક પોસ્ટમાં લખ્યું, વિચારો જો તમે તમારી સાઈટના ફેસ કિકગ્નિશન અલ્ઘોરિધમને અપડેટ અને ટ્રેઈન કરવાનો હો. ખાસ કરીને ઉંમરને લઈને પોઈન્ટ્સ અને એજ પ્રોગેશન વિશે તેને અપડેટ કરવા માગો છો તો તમને અનેક લોકોની નવી અને જૂની તસવીર જોઈએશે. આ ત્યારે વધારે કારગર સાબિત થશે જ્યારે તમારી પાસે તેની વચ્ચેના ગેપ માટે એક ખાસ નંબર હોય, જેમ કે 10 વર્ષ. તેણે કહ્યું કે, આવા ડેટાના ભૂતકાળ અને વર્તમાનકાળ સાથે સીધા જ જોડવામાં આવે છે.
Wired.com પર છપાયેલા પોતાના લેખમાં કેટે લખ્યું છે કે, તેમના આ ટ્વીટથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચાવા લાગ્યું. તેમનો ઈરાદો આ ન હતો, કે તે આ મીમને ખતરનાક બતાવે. પરંતુ ફેશિયલ રિકોગ્નિશન વિશે જાણ્યા બાદ લોકોને આ વિશે જણાવવું પણ જરૂરી છે.
કેટે આને લઈ સૌથી પહેલા ટ્વીટ કર્યું હતું, 10 વર્ષ પહેલા કદાચ હું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા આ એજિંગ મીમ સાથે રમતી પરંતુ હવે હું એવું વિચારી રહી છું કે, ફેશિયલ ફેશિયલ રેકોગ્નિશન એલ્ગોરિધમને એજ પ્રોગ્રેસ વિશે ટ્રેંડ કરવા માટે કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા અને ખાસ કરીને ફેસબુક પર હાલમાં '10 Year Challenge' ચેલેન્જ ચાલી રહી છે. તેમાં યૂઝર્સ પોતાની 10 વર્ષ જૂની તસવીર અને હાલની તસવીર એક સાથે શેર કરી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે તેનામાં કેટલો ફેરફાર જોવા મળ્યો છે. આ હેશટેગની સાથે અત્યાર સુધી 50 લાખથી વદારે ફેસબુક યૂઝર્સે પોતાની તસવીર પોસ્ટ કરી છે. તેમાં જાણીતા લોકોથી લઈને સેલિબ્રિટીઝ પણ સામેલ છે. આ ચેલેન્જ સાથે જોડાયેલ કેટલીક વાતોને લઈને યૂઝર્સને સંકા છે કે ક્યાંક આ ડેટા કલેક્ટ તો કરવામાં નથી આવી રહ્યોને. ટેક જર્નાલિસ્ટ Kate O'Neillએ ખુલાસો કર્યો છે કે, ફેસબુક આ ચેલેન્જને પોતાના ફેશિયલ રિકોગ્નિશન અલ્ગોરિધમને ઈમ્પ્રુવ કરવા માટે ચલાવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -