Nokiaના આ ફોન પર Jio આપી રહ્યું છે 2200 રૂપિયાનું કેશબેક, 60 GB વધુ ડેટા, જાણો ઓફર
દર 198 કે 299 રૂપિયાના રિચાર્જ પર તમને 10GB એક્સ્ટ્રા ડેટા મળશે, જોકે આ માત્ર 10 રિચાર્જ સુધી જ છે અને આને 27 માર્ચ 2018 થી લઇને 31 માર્ચ 2019 ની અંદર કરાવવું પડશે. 48 કલાકમાં એકસ્ટ્રા ડેટા તમારા એકાઉન્ટમાં એડ કરી દેવામાં આવશે, કેશબેક તરીકે જે વાઉચર મળશે તેનાથી તમે માત્ર રિચાર્જ જ કરાવી શકશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ મુકેશ અંબાણીની ટેલિકૉમ કંપની જિઓ હવે નવી ઓફર લઇને આવ્યું છે. જિઓ નોકિયાના ફોન પર કેશબેક અને ડેટા ઓફર કરી રહ્યું છે. એચએમડી ગ્લૉબલે થોડાક દિવસો પહેલાજ પોતાનો સૌથી સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન Nokia 1 લૉન્ચ કર્યો છે, જેના પર આ ઓફર અવેલેબલ છે.
રિચાર્જ કરાવતા પહેલા સિમને Nokia 1માં લગાવીને એક્ટિવેટ કરવું પડશે જો આમ નથી કરતાં તો તમને કેશબેક ઓફર નહીં મળે. આ ઉપરાંત આ ઓફર માટે તમને જિઓ પ્રાઇમ સબ્સક્રાઇબર થવું પડશે. પહેલા રિચાર્જ પર 50 રૂપિયા ક્રેડિટ કરવામાં આવશે જેને તમે આગળ રિડીમ કરી શકો છો. આમ 44 વાર 50-50 રૂપિયાનું વાઉચર મળશે, આ કેશબેક ઓફરની વેલિડિટી 28 માર્ચથી 31 માર્ચ 2022 સુધી છે, એટલે ત્યાં સુધી કરવામાં આવેલા 198 કે 299 રૂપિયાના દરેક રિચાર્જ પર કેશબેક મળશે.
ઉલ્લેખનીય છે કે, Nokia 1 ભારતમાં ઓફલાઇન રિટેલ સ્ટૉરમાં અવેલેબલ છે. આ ઓફર મેળવવા માટે Nokia 1માં જિઓ સિમ લગાવીને 198 કે 299 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. 198 રૂપિયામાં 58GB ડેટા મળે છે, જ્યારે 299 રૂપિયામાં 84GB ડેટા મળે છે.
નોકિયા 1 એ Android Go સ્માર્ટફોન છે જેમાં Android Oreo Go Edition લૉન્ચ કરી છે. આની કિંમત 5,499 રૂપિયા છે. જો તમે રિલાયન્સ જિઓ યૂઝર છો તે તમે 3,299ની ઇફેક્ટિવ કિંમતની સાથે ખરીદી શકો છો.
એચએમડી ગ્લૉબલ અને રિલાયન્સ જિઓએ પાર્ટનરશીપ કરી છે, જે અંતર્ગત Nokia 1 ની ખરીદી પર તમને 2200 રૂપિયાનું કેશબેક મળશે, આ ઓફર નવા અને જુના બન્ને જિઓ કસ્ટમર્સ માટે અવેલેબલ છે. જો તમે Nokia 1 ખરીદો છો તો પહેલીવાર આમાં જિઓ સિમ લગાવો છો તો તમે ઓફર માટે યોગ્ય છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -