ભારતીય બજારમાં લોન્ચ થયો NOKIA 105, ટૂંકમાં આવશે NOKIA 130, જાણો શું છે કિંમત અને ફીચર્સ...
તેમાં એક વખત ચાર્જ કરવા પર 11.5 કલાકનો વીડિયો પ્લેબેક ક્ષમતા છે, સાથે જ તે બ્લૂટૂથને પણ સપોર્ટ કરે છે.
નોકિયા 130માં 1.8 ઇંચની કલર સ્ક્રીન છે અને તે શ્રેષ્ઠ વીડિયો અનુભવ ઉપલબ્ધ કરાવે છે.
નોકિયાઆ આ ડિવાઈસમાં કીમેટ ફીચર આપવામાં આવ્યા જે તેની ઉપયોગિતાને વધારે છે.
એચએમડી ગ્લોબે એક નિવેદનમાં કહ્યું કે, વર્ષ 2016માં વિશ્વભરમાં કુલ 40 કરોડ ફીચર ફોનનું વેચાણ થયું. અમે કનેક્ટિવિટીની જરૂરત અને તેના ફાયદાને ક્યારેય ઓછા ન આંકી શકીએ અને અમે એવા િવાઈસ બનાવવા માગીએ છીએ જે વિશ્વભરના લોકોને પોતાના ક્ષિતિજનું વિસ્તરણ કરવાની તક આપે.
નોકિયા 105 ભારતીય બજારમાં રિટેલ સ્ટોર્સ પરથી 19 જુલાઈથી મળવા લાગશે. આ ફોન ત્રણ રંગ કળો, સફેદ અને બ્લૂ રંગમાં મળશે. તથા તેની કિંમત સિંગર સિમ વેરિઅન્ટની 999 રૂપિયા અને ડ્યુઅલ સિમ વેરિઅન્ટની કિંમત 1149 રૂપિયા હશે.
બન્ને ફોનમાં કંપનીએ 1.8 ઇંચની કલર સ્ક્રીન આપી છે અને હેન્ડી એલઈડી ટોર્ચ લાઈટ અને આ ફોન ત્રણ રંગમાં આવશે.
કંપનીએ સોમવારે નોકિયા 105 અનો નોકિયા 130 ફોન લોન્ચ કર્યા છે જે શ્રેષ્ઠ ડિઝાઈન અને અપડેટેડ ફીચર્સથી સજ્જ છે. ફિનલેન્ડની સ્ટાર્ટઅપ કંપની એચએમડી ગ્લોબલ પાસે નોકિયા બ્રાન્ડનો માલિકી હક છે.