સામે આવી Reliance Jio 4G VoLTE ફીચરફોનની નવી તસવીરો, જાણે શું હશે સ્પેસિફિકેશન...
આ ફીચર ફોનમાં 2 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા હશે અને VGA ફ્રન્ટ કેમેરા હશે. આ ફોનમાં ડેડિકેટેડવાળી ટોર્ચ લાઈટ પણ હશે. તેમાં 2000mAh રિમૂવેબલ બેટરી પણ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય અહેવાલ અનુસાર, આ ફોનમાં 2.4 ઇંચની કલર ડિસ્પ્લે હશે અને 512MB રેમ હશે. તેમાં 4જીબી ઇન્ટરનલ સ્ટોરેજ હશે જે માઈક્રોએસડી કાર્ડની મદદથી 128 જીબી સુધી એક્સપેન્ડ કરી શકાશે.
આ ફોનમાં KaiOS પ્લસ નામનું એક એપસ્ટોર પણ હશે જેમાં ફેસબુક અને જિઓ એપ્સ હશે. આ ફોન વાઈફાઈ, બ્લૂટૂથ, જીપીએસ અને યૂએસબી ટીથરિંગને પણ સપોર્ટ કરશે. આ ફોનમાં એક ઇન-બિલ્ટ વોઇસ અસિસ્ટન્ટ હશે જે ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે.
નવી દિલ્હીઃ સમાચાર છે કે રિલાયન્સ જિઓ પોતાના પ્રતિસ્પર્ધીની વચ્ચે ખળભળાટ મચાવવાના ઈરાદાથી માત્ર 500 રૂપિયામાં 4જી ફોન લાવવાની છે. હાલમાં જ રિલાયન્સના Lyf બ્રાન્ડના જિઓ VoLTE ફોનની તસવીરો ઇન્ટનેટ પર વાયરલ થઈ રહી છે. TechPP દ્વારા શેર કરવામાં આવેલ આ તસવીરો અનુસાર આ ફોન Kai ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે જે HTML5 બેસ્ટ ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમનું સ્પિલટ વર્ઝન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -