ભારતમાં શરૂ થયું નોકિયા 130(2017)નું વેચાણ, કિંમત માત્ર 1599 રૂપિયા
ફોનના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 1.8 ઇંચની ક્યૂવીજીએ સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોનમાં ડાઈમેંશન 111.5X48.4X14.2 મિલીમીટર છે. તેની રિયર સાઈડમાં એક વીજીએ કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં એક એલઈડી ટોર્ચલાઈટ છે. માઈક્રો-યૂએસબી પોર્ટ અને 3.5 એમએમ ઓડિયો જેક ટોપ પર છે. આ એમપી3ને પણ સપોર્ટ કરે છે અને તમે 32 જીબી સુધીનું માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકો છો. ફોનમાં દમદાર બેટરી આપવામાં આવી છે. જેની મદદથી એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ તમે 44 કલાક સુધી એફએમ રેડિયો સાંભળી શકો છો. જ્યારે 11.5 કલાક સુધી વીડિયો પણ જોઈ શકો છો.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ ફોનની એન્ટ્રીની વચ્ચે નોકિયાએ પોતાના નવા ફીચર ફોનનું વેચાણ શરૂ કર્યું છે. આ ફોન છે નોકિયા 130(2017). કંપનીએ ફોનને હાલમાં જ લોન્ચ કર્યો હતો. ખાસ વાત એ છે કે નોકિયાના અન્ય ફોનની જેમ જ આ ફોન પણ માત્ર રિટેલ સ્ટોર પર જ ઉપલબ્ધ હશે. એટલે કે તમે તેને ઓનલાઈન ખરીદી નહીં શકો. કિંમતની વાત કરીએ તો નોકિયાની માલિકી ધરાવતી કંપની એચએમડી ગ્લોબલે આ પોનને 1599 રૂપિયામાં ભારતીય બજારમાં ઉતાર્યો છે.
નોકિયા 130માં બ્લૂટૂથ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. નોકિયા 130માં આપવામાં આવેલ કેમેરાની તસવીર અને વીડિયો ક્લિપ રેકોર્ટ કરી શકે છે. આ ફોન પણ નોકિયા 30+ સોફ્ટવેર પર ચાલે છે. નોકિયા 130માં એક વીજીએ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જેની સાથે મ્યૂઝિક પ્લેયર અને બ્લૂટૂથ વગેરેની સુવિધા આપવામાં આવી છે. આ ફોનમાં 1020 mAh બેટરી છે અને તે પણ નોકિયા સિરીઝ 30+ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે.