29 માર્ચે આ શાનદાર ફીચર્સ સાથે લોન્ચ થશે Samsung Galaxy S8, જાણો કેટલી છે કિંમત
પ્રથમ વેરિઅન્ટમાં 3000 એમએએચની બેટરી આપવાની શક્યતા છે. જ્યારે બીજા વેરિઅન્ટમાં 3500 એમએએચ બેટરી આપવાની ધારણા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુઓના અહેવાલ અનુસાર, ડિવાઈસને બેક પેનલ પર ગ્લાસ કેસ 7 કલર વેરિઅન્ટ ગોલ્ડ, સિલ્વર, બ્રાઈટ બ્લેક, મેટ બ્લેક, બ્લૂ, ઓર્કિડ અને પિંકમાં ઉપલબ્ધ હશે.
BGRના એક અહેવાલ અનુસાર, આ ફોન ડેસ્કટોપ ફીચરની સાથે આવશે. તેના દ્વારા યૂઝર્સ પોતાના ફોનનો ડોકખી કનેક્ટ કરી શકાશે. તેનાથી ફોન ડેસ્કટોપથી કનેક્ટ થઈ જશે અને એન્ડ્રોઈડ એપ્સને ડેસ્કટોપ પર ચલાવી શકાશે.
સેસસંગ ગેલેક્સી નોટ 7ની જેમ જ S8માં પણ આઈરિસ સ્કેનર આપવામાં આવશે. તેની મદદથી યૂઝર પોતાની આંખ દ્વારા ફોનને અનલોક કરી શકશે. મેશેબલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર લીક થયેલ તસવીરમાં હોમ બટન નથી આપવામાં આવ્યું. પરંતુ તેમાં વર્ચ્યુઅલ હોમ બટન આપવામાં આવ્યું છે, જે હોમ બટન જેવું જ કામ કરશે.
અહેવાલ અનુસાર તેમાં 4જીબી રેમ હોઈ શકે છે. S8ની કિંમત 61,000 રૂપિયા હોઈ શકે છે અને S8 પ્લસની કિંમત 69,000 રૂપિયા હોઈ શકે છે.
નવી દિલ્હીઃ Samsung પોતાનો શાનદાર સ્માર્ટફોન Samsung Galaxy S8 29 માર્ચના રોજ લોન્ચ કરશે. Samsung Galaxy S7ની નિષ્ફળતા બાદ કંપની પોતાની છાપ સુધારવાના પ્રયત્ન અંતર્ગત Samsung Galaxy S8 લોન્ચ કરવા જઈ રહી છે. મીડિયામાં આવેલ સમાચાર અનુસાર Samsung Galaxy S8ને 29 માર્ચના રોજ 9.30 કલાકો લોન્ચ થશે. Samsung Galaxy S8માં એક નવું ફીચર આવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ફીચરમાં Samsung Galaxy S8માં આઈરિસ સેન્સર લાગેલ હશે. આઈરિસ સ્કેનર આપવામાં આવશે. તેની મદદથી યૂઝરની આંખો દ્વારા ફોન અનલોક કરી શકાશે.
આ ફોન 2 વેરિઅન્ટ્સમાં લોન્ચ કરવામાં આવશે. S8 વેરિઅન્ટ 5.5 ઇંચ સ્ક્રીન સાતે આવસે. જ્યારે S8 પ્લસ વેરિઅન્ટ 6.2 ઇંચની સાથે આવશે. બન્ને વેરિઅન્ટમાં ડ્યુઅલ કર્વ્ડ સ્ક્રીન ડિઝાઈનની સાથે આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -