10 વર્ષ બાદ ભારતમાં Nokiaની ધમાકેદાર એન્ટ્રી, લોન્ચ કર્યા ત્રણ એન્ડ્રોઈડ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
ઉલ્લેખનીય છે કે Nokia 6ને વર્ષની શરૂઆતમાં સૌથી પહેલા ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોબાઇલ વર્લ્ડ કોગ્રેસ 2017માં Nokia 6ની ઉપલબ્ધતાની માહિતી આપવામાં આવી. આ ઇવેન્ટમાં નોકિયાના બીજા બે એન્ડ્રોઇડ સ્માર્ટફોન Nokia 3 અને Nokia 5 પણ રજૂ કર્યા. આ પહેલા કંપનીએ 2017માં નોકિયા 3310ના નવા લૂકનું સેલિંગ શરૂ કર્યું. આની કિંમત 3310 રૂપિયા રાખવામાં આવી. આગળની સ્લાઈડ્સમાં જાણો ત્રણેય ફોનના ફીચર્સ શું હશે.
Nokia 5 અને Nokia 3ને ઓફલાઇન સ્ટૉર પરથી વેચવામાં આવશે. Nokia 3નું વેચાણ 16 જૂનથી શરૂ થશે. Nokia 5નું પ્રી-ઓર્ડર બુકિંગ 7 જૂલાઇથી શરૂ થશે. Nokia 6 એક્સક્લૂસિવલી ઇ-કોમર્સ સાઇટ અમેઝોન ઇન્ડિયા પર મળશે. આ માટે રજિસ્ટ્રેશન 14 જૂલાઇથી શરૂ થશે. બની શકે કે આ ફોનને ફ્લેશ સેલમાં પણ વેચવામાં આવે. લૉન્ચ ઇવેન્ટમાં HMD ગ્લૉબલે માહિતી આપી કે નોકિયા બ્રાન્ડના બધા હેન્ડસેટ મેડ ઇન ઇન્ડિયા હશે.
નવી દિલ્હીઃ દસ વર્ષ બાદ નોકિયાએ ભારતી બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. મંગળવારે નવી દિલ્હીમાં આયોજિત એક ઈવેન્ટમાં નોકિયા બ્રાન્ડે પોતાનો નોકિયા 6, નોકિયા 5 અને નોકિયા 3 એન્ડ્રોઈડ સ્માર્ટપોન ભારતીય બજારમાં લોન્ચ કર્યા છે. જણાવીએ કે, ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લોબલ હવે નોકિયા બ્રાન્ડના હેન્ડસેટ બનાવે છે. નોકિયા 6 હેન્ડસેટ 14,999 રૂપિયામાં મળશે જ્યારે નોકિયા 5ની કિંમત 12,899 રૂપિયા છે. સૌથી સસ્તો નોકિયા 3 ગ્રાહકોને 9,499 રૂપિયામાં મળશે.