Alert: 30 જૂનથી આ સ્માર્ટફોનમાં કામ નહીં કરે WhatsApp!
નવી દિલ્હીઃ જો તમે આજે પણ જૂના જમાનાની ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટપોનનો ઉપયોગ કરો છો તો તમને મોટો ઝાટકો લાગી શકે છે. કારણ કે હવે તમે આવા સ્માર્ટપોનમાં વ્હોટ્સએપ જલાવી નહીં શકો. વ્હોટ્સએપની જાહેરાત અનુસાર 30 જૂન 2017થી વ્હોટ્સએપ કેટલીક ખાસ ઓપરેટિંગ પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કરી દેશે.
વૉટ્સએપે પોતાનો બ્લૉગ (blog.whatsapp.com)મા લખ્યું કે અમે સતત એપને અપડેટ કરી રહ્યાં છીએ. સાથે તેમાં નવા ફિચર્સ પણ જોડી રહ્યાં છીએ. નવા ફિચર્સ જુના વર્ઝનના સ્માર્ટફોન પર કામ નથી કરતા. એટલે એવા સ્માર્ટફોન જેના પર વૉટ્સએપનું નવું વર્ઝન કામ નહી કરે, તેના પર સર્વિસ બંધ કરવા જઇ રહ્યાં છીએ. આ બધા પર 30 જૂન, 2017 પછી કોઇપણ પ્રકારની સર્વિસ નહીં આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે પહેલા 31 ડિસેમ્બર, 2016 ના દિવસે જ સર્વિસ બંધ કરી દેવાની હતી પણ યૂઝર્સના માટે આ સમયને વધારી દેવામાં આવ્યો હતો.
વૉટ્સએપ જે ઓપરેટિંગ સિસ્ટમ પર બંધ થવાનું છે તેમાં Symbian, Windows 7.1, BlackBerry, Android 2.1 ઓપરેટિંગ સિસ્ટમ સામેલ છે. સાથે જ એપલની iOS 6 પર પણ આ સર્વિસને બંધ કરી દેવામાં આવશે, એટલે એવા યૂઝર્સ જેના સ્માર્ટફોનમાં આમાંથી કોઇ ઓપરેટિંગ સિસ્ટમ છે, તેઓ 30 જૂન, 2017 પછી વૉટ્સએપ નહીં ચલાવી શકે. આગળની સ્લાઈડ્સમાં વાંચો....ક્યા મોબાઈલમાં કામ નહીં કરે વ્હોટ્સએપ....