✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Xiaomiએ લોન્ચ કર્યો Mi6 સ્માર્ટફોન, 6 જીબી રેમ અને 3D ગ્લાસ સ્ક્રીનથી હશે સજ્જ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Apr 2017 07:43 AM (IST)
1

નવી દિલ્હીઃ ટેક પ્રેમિઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે Mi 6 સ્માર્ટફોન Xiaomiએ ચીનમાં લોન્ચ કર્યો છે. ચીનની મુખ્ય સ્માર્ટફોન કંપનીએ તેને સ્થાનીક બજારમાં લોન્ચ કર્યો છે. ઝડપી પ્રોસેસર, દમદાર કેમેરો અને ભરપૂર સ્ટોરેજથી સજ્જ આ સ્માર્ટપોનને ભારતમાં લોન્ચ કરવાની હાલમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

2

Xiaomiના સીઈઓ અને કો-ફાઉન્ડર લી જૂને આ ફોનને બિજિંગમાં લોન્ચ કરતાં કહ્યું કે, એમઆઈ 6માં હાલના સ્નેપડ્રેગન 835 ઓક્ટાકોર પ્રોસેસરના ગ્રાફિકલ્સ પરફોર્મન્સ આઈફોન 7 કરતાં પણ સારું છે. તે અનેક મામલે સેમસંગના લેટેસ્ટ ફોન ગેલેક્સી 8 કરતાં સારો છે.

3

ફોનના સ્પેસિફિકેશનનીવાત કરીએ તો Xiaomi Mi 6માં 5.15 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. પ્રીમિયમ શ્રેણીના આ સ્માર્ટફોન 3ડી ગ્લાસ ફીચરથી સજ્જ છે.

4

ફોનમાં 2.45 ગીગાહર્ટ્ઝ 64-બીટ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 835 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 540 જીપીયું છે. મલ્ટી ટાસ્કિંગને સરળ બાવવા માટે તેમાં 6 જીબી રેમ છે.

5

ફોનના અન્ય મોટી વિશેષતાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા છે. તેની સાથે જ તેમાં પ્રથમ વખત શ્યાઓમીને ડ્યુઅલ સ્પીકર્સ પણ આપ્યા છે. ફોનમાં 3350 એમએએચની બેટરી આપી છે. ફોન 4G+ નેટવર્કને સપોર્ટ કરે છે. જેની અપલોડિંગ અને ડાઉનલોડિંગ સ્પીડ શાનદાર છે.

6

કંપની અનુસાર તેની ડાઉનલોડ સ્પીડ અંદાજે 600Mbps છે ઉપરાંત તમને જણાવીએ કે, તેની અપલોડ સ્પીડ પણ લગભગ 100Mbpsની આસપાસ છે.

  • હોમ
  • ગેજેટ
  • Xiaomiએ લોન્ચ કર્યો Mi6 સ્માર્ટફોન, 6 જીબી રેમ અને 3D ગ્લાસ સ્ક્રીનથી હશે સજ્જ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.