હવે આવશે નોકિયા 3310નું 4G અને એન્ડ્રોઈડ વેરિએન્ટ!
જણાવી દઈએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં મોબાઈલ વર્લ્ડ કૉંગ્રેસમાં નોકિયાએ પોતાના આઈકોનિક ફોન 3310ને લૉન્ચ કર્યો હતો. લોન્ચિંગ વખતે આ સ્માર્ટફોન 2G અને બાદમાં 3G વેરિએન્ટમાં પણ ઉતારવામાં આવ્યો. ભારતમાં તેની કિંમત પણ 3310 રૂપિયા રાખવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોકિયા 3310નું 4G વેરિએન્ટ આ પહેલા પણ સ્પોટ થઈ ચૂક્યું છે. અગાઉ આ ફોન નોકિયા 6ની સાથે લૉન્ચ થશે તેવા સમાચાર હતા.
નવી દિલ્હીઃ વર્ષ 2017માં નોકિયાએ પોતાનો ઔતિહાસિક ફોન 3310 લોન્ચ કર્યો. પોતાના પ્રથમ વર્ઝનમાં મજબૂતીનું બીજું નામ રહેલ આ મોબાઈલને અન્ય વેરિએન્ટમાં આવતા જ ખૂબ ચર્ચામાં રહ્યો. પરંતુ નોકિયા 3310ના નવા વર્ઝનમાં એક ખોટ હતી. મજબૂતી, કેમેરો બધુ જ બરાબર હતું પરંતુ નેટવર્ક 2.5જી હતી. 4જીના જમાનામાં આ ધીમા નેટવર્કથીલોકો નિરાશ થયા હતા. જોકે HMD ગ્લોબલ ઈન્ડિયા 3310 (2017)નું 4G વેરિએન્ટ લૉન્ચ કરી શેક છે.
હાલમાં જ ચીનની સર્ટિફિકેશન વેબસાઈટ TEENA પર નોકિયા 3310ના આ નવા વેરિએન્ટ મોડલ નંબર TA-1077 સાથે સ્પોટ કરવામાં આવ્યું છે.
રિપોર્ટ્સ અનુસાર, આ ફોન TD-LTE, TD-SCDMA અને GSM નેટવર્કને કેચ કરશે. આશા છે કે, નોકિયા 3310નું 4G વેરિએન્ટ અલીબાબાની YunOS ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરશે જે એન્ડ્રોયડ ઓપરેટિંગ સિસ્ટમનું એક કસ્ટમાઈઝ વેરિએન્ટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -