17 વર્ષ જૂનો Nokia 3310 થયો રી લોન્ચ, જાણો તેના વિશે
નોકિયા 3310ના જૂના વેરિઅન્ટની જેમ જ નવા વેરિઅન્ટમાં જોરદાર સ્ટેન્ડબાય ટાઈમ મળસે જે આ સ્માર્ટફોનની મહત્ત્વપૂર્ણ ખાસિયતમાંથી એક છે. તેમાં તમને રેગ્યુલર માઈક્રો-યૂએસબી પોર્ટ મળશે, એટલે કે પિન ચાર્જરની જરૂર નહીં રહે.
નોકિયા 3310નીસાથે લોકપ્રિય સ્નેક ગેમ પણ પરત ફરી છે. કંપનીએ જણાવ્યું કે, નવી સ્નેક ગેમને કલર સ્ક્રીન માટે ઓપ્ટિમાઈસ કરવામાં આવી છે. જાણકારી આપવામાં આવી છે કે, સ્નેક ગેમ મેસેન્જર એપ દ્વારા પણ ઉપલબ્ધ હશે.
નોકિયા 3310માં એલઈડી ફ્રેશની સાથે 2 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. તેમાં 2.4 ઇંચની ક્વૂવીજીએ ડિસ્પ્લે છે. હેન્ડસેટ 2જી કનેક્ટિવિટીની સાથે આવશે અને નોકિયા 30+ ઓએસ પર ચાલશે. ઇનબિલ્ટ સ્ટોરેજ 16 એમબી છે જેને તમે 32 જીબી સુધીના માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકશો. તેની બેટરી 1200 એમએએચની છે.
નવો નોકિયા 3310 (2017) હેન્ડસેટ 22 કલાકના ટોક ટાઈમની સાથે આવે છે. કંપનીનો દાવો છે કે તેની બેટરી મહિના સુધી સ્ટેન્ડબાય ટાઈમ આપશે. નોકિયા 3310ની સાથં કંપનીએ લોકપ્રિય સ્નેક ગેમ પણ પાછી લોન્ચ કરી છે. નોકિયા 3310 સ્માર્ટફોન ગ્લોસ ફિનિશવાળા વાર્મ રેડ અને યલો કલર અને મેટ ફિનિશ વાળા ડાર્ક બ્લૂ અને ગ્રે કલરમાં મળશે.
લોકપ્રિય નોકિયા 3310 ફીચર ફોન રવિવારે સત્તાવાર રીતે લોન્ચ થઈ ગઓ. ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લોબલે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2017માં નોકિયા 3310ને નવા અવતાર અથવા 2017 વર્ઝન લોન્ચ કર્યું. કંપનીએ તેને મોડર્ન ટ્વિસ્ટ નામ આપ્યું છે. નોકિયા 3310, નોકિયા બ્રાન્ડનો અત્યાર સુધીનો સૌથી વધારે વેચાયેલ ફીચર ફોન છે. નોકિયા 3310ની કિંમત 49 યૂરો (અંદાજે 3500 રૂપિયા) હશે. કંપનીએ એ પણ જાણકારી આપી છે કે નોકિયા 3310 ભારતીય માર્કેટમાં 2017ના બીજા ક્વાર્ટરમાં ઉપલબ્ધ થઈ જશે.
નોકિયાએ રવિવારે આયોજિત ઇવન્ટમાં બે નવા સ્માર્ટપોન નોકિાય 3 અને નોકિયા 5 પણ લોન્ચ કર્યા. જ્યારે નોકિયા 6ને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ કરાવવાની પણ જાણકારી આપી.