✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Nokia 3310 થશે ફરી લોન્ચ, પરંતુ તેમાં Android નહીં હોય, જાણો શું હશે કિંમત અને ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Feb 2017 10:21 AM (IST)
1

નવી દિલ્હીઃ એક સમયે મોબાઈલની દુનિયામાં નંબર-1 રહેનાર Nokia પોતાના જૂના અને ખૂબ જ પોપ્યુલર મોબાઈલ ફોન Nokia 3310ને રીલોન્ચ કરવા જઈ રહી છે. અંગ્રેજી સમાચારપત્ર સિડની હેરાલ્ડ અને ધ ઇન્ડીપેડન્ટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર નોકિયા પોતાના મજબૂતી અને લાંબી બેટરી લાઈફને કારણે ઓળખાતા આ ફોનના નવા વર્ઝનને 59 યૂરો એટલે કે અંદાજે 4166 રૂપિયામાં લોન્ચ કરી શકે છે.

2

HMD Global થોડા દિવસ પહેલા જ ચીનમાં Nokia 6 નામનથી એન્ડ્રોઈડ સ્માર્ટપોન લોન્ચ કર્યો હતો જે ખૂબ જ પોપ્યુલર થયો છે. હવે કંપની MWCમાં કેટલાક અન્ય સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ઇવન્ટમાં કથિત રીતે Nokia 3310ની સાથે સાથે Nokia 3, Nokia 5 અને Nokia 6 પણ લોન્ચ કરવામાં આવશે.

3

ડિઝાઈનના મામલે જૂનો 3310ની તુલનામાં થોડો અલગ હશે, કારણ કે તેની સ્ક્રીન પહેલા કરાતં વધારે સારી હશે અને વધારે બ્રાઈટ હશે. અહેવાલ અનુસાર તેમાં કલર્સ પણ હશે, જોકે તેનું રિઝોલ્યુશન વધારે નહીં હોય. એચએમડી ગ્લોબલ Nokia 3310ને બે અથવા ત્રણ કલર વેરિઅન્ટ રેડ, યલો અને ગ્રીનમાં લોન્ચ કરી શકે છે. સૂત્રો અનુસાર Nokia 3310મ મેમાં ભારતમાં આવી શકે છે જે દેખાવે ખૂબ જ સુંદર હશે.

4

Nokia 3310ને 17 વર્ષ પહેલા 2000માં લોન્ચ કવામાં આવ્યો હતો. કંપનીએ તેને એટલા માટે લોન્ચ કરી રહી છે કારણ કે લોકો તેને પોતાના સેકેન્ડરી ફોન તરીકે ઉપયોગ કરી શકે. જે લોકો પાસે પહેલેથી જ સ્માર્ટફોન છે, તે તેને વિશ્વાસું બેટરીવાળા ડિવાઈસ તરીકે ઉપયોગ કરી શકે.

5

એક સમયે સૌથી વધારે પોપ્યુલર મોબાઈલ પોન બ્રાન્ડ રહેનાર નોકિયા સ્માર્ટફોન્સના જમાનમાં ટકી ન શકી અને માઈક્રોસોફ્ટે તેને ખરીદી લીધી. હાલમાં ફિનલેન્ડની કંપની HMD Globalની પાસે નોકિયા બ્રાન્ડના લાઈસન્સ છે અને આ જ કંપની નોકિયાના મોબાઈલ લોન્ચ કરી રહી છે.

6

ઉલ્લેખનીય છે કે, જૂનો નોકિયા 3310ને આજે પણ ઓનલાઈન રીટેલર્સ પાસેથી ખરીદી શકાય છે. કંપની ખુદ નથી વેચતી પરંતુ કેટલાક સેલર્સ તેને આજે પણ વેચી રહ્યા છે. જેમ કે ભાતમાં ઈબે પર જૂનો 3310 પોન 2500 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ચાલુ મહીને સ્પેનના બાર્સેલોનામાં થવા જઈ રહેલ ટેક ઇવેન્ટ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC2017)માં તેના પરથી પડદો ઉંચકવામાં આવશે.

7

ચીનની વેબસાઈટ વેચ અનુસાર Nokia 3310માં 84X84 મોનોક્રોમ કલર ડિસ્પ્લે હશે. અહેવાલમાંતેની કિંમત 59 યૂરો (અંદાજે 4166ર રૂપિયા) જણાવવામાં આવી છે. Nokia 3310માં એન્ડ્રોઈડ નહીં હોય પરંતુ આ એક ફીચર ફોનની જેમ જ લોન્ચ કરવામાં આવશે. વિતેલા કેટલાક દિવસથી તેની તસવીરો વાઈરલ થઈ રહી હતી જેમાં એન્ડ્રોઈડ બતાવવામાં આવ્યું છે જે સંપૂર્ણ રીતે કાલ્પનિક છે.

  • હોમ
  • ગેજેટ
  • Nokia 3310 થશે ફરી લોન્ચ, પરંતુ તેમાં Android નહીં હોય, જાણો શું હશે કિંમત અને ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.