Nokiaએ લોન્ચ કર્યો 4GB રેમ-16MP કેમેરા સાથે એન્ડ્રોઈડ ફોન, તસવીરોમાં જુઓ First Look
હાલમાં આ સ્માર્ટફોન ચીનના બજારમાં JD.com ઉપલબ્ધ છે. તેની કિંમત 1699 યુઆન (અંદાજે 16,750 રૂપિયા) છે. આશા છે ભારતમાં ટૂંકમાં જ આ ડીવાઈસ આવશે.
ઉપરાંત ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, 4G LTE, WiFi, Bluetooth, GPS, USB OTG કનેક્ટિવિટી મળશે. ફોનમાં 3000mAh built-in બેટરી છે.
16MP રિયર કેમેરા, ડ્યૂલ-ટૉન LED ફ્લેશ સાથે ફોન આવશે. ઉપરાંત 8MP ફ્રન્ટ ફેસિંગ કેમેરા, વાઇડ એન્ગલ લેન્સ હશે.
Android 7.0 (Nougat) ઓપરેટિંગ સિસ્ટમ પર ફોન કામ કરશે. આ ફોન Dual SIM સપોર્ટેડ છે.
ફોનમાં 4GB LPDDR3 RAM અને 64GB ઇન્ટરનલ મેમરી, 128GB સુધી એક્સપાન્ડેબલ હશે.
આ ફોન 5.5-ઇંચ (1920 x 1080 પિક્સલ) 2.5D કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે, કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રૉટેક્સન છે. પ્રોસેસરની વાત કરીએ તો Octa-Core Qualcomm Snapdragon 430, 64-bit પ્રૉસેસર, Adreno 505 GPU સાથે ફોન આવશે.
કંપનીએ હાલમાં આ ફોન ચીનમાં લોન્ચ કર્યો છે. કંપની અનુસાર આ ગૂગલની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 7.0 નોગટ પર કામ કરે છે, એટલું જ નહીં આ હેન્ડસેટમાં પાવરફૂલ હાર્ડવેર પણ આપવામાં આવ્યું છે. આ 4GB રેમ અને 64GBની ઇન્ટરનલ મેમરી સાથે લૉન્ચ થયો છે.
નવી દિલ્હીઃ વર્ષોની રાહ જોયા બાદ આખરે નોકિયા બ્રાન્ડનો પ્રથમ એન્ડ્રોઈડ સ્માર્ટફોન નોકિયા 6 HMD ગ્લોબલે લોન્ચ કર્યો. HMD ગ્લોબલની પાસે નોકિયા બ્રાન્ડના સ્માર્ટફોન રજૂ કરવાના એક્સક્લુસિવ રાઈટ છે.