સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો સસ્તો 4G સ્માર્ટફોન J1, કિંમત 7000થી પણ ઓછી
ટેક્નિકલ સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો ફોનમાં 1.3 ગીગાહર્ટ્ઝ પર ચાલતા ક્વાડ-કોર પ્રોસેસર અને 1 જીબી રેમ છે. હેન્ડસેટની સ્ટોરેજ 8 જીબી છે જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી 128 જીબી સુધી વધારી શકાય છે.
આ એક ડ્યુઅલ સિમ સપોર્ટવાળો સ્માર્ટફોન છે. તેમાં એલઈડી ફ્લેશની સેથા 5 મેગાપિક્સલનો ઓટોફોકસ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરા 2 મેગાપિક્સલનો છે. ફોનમાં 2050 એમએએચની બેટરી છે.
ફોનના ફીચર્સની વાત કરીએ તો, સેમસંગ ગેલેક્સી જે1 4જીમાં 4.5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. જેનું પિક્સલ રિઝોલ્યૂશન 480 X 800નું છે. સેમસંગના અન્ય ફોનની જેમ જ તેમાં પણ ડબલ્યૂવીજીએ સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ સાઉથ કોરિયાની દિગ્ગજ ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે ભારતના બજેટ સ્માર્ટફોન બજારમાં એક વધુ સસ્તો 4જી ફોન રજૂ કર્યો છે. કંપનીનો આ નવો ફોન ગેલેક્સી જે1 4જીના નામથી બજારમાં આવશે. કંપનીએ આ ફોનની કિંમત 67890 રૂપિયા સુધી રાખી છે.