Nokia 7.1 ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
નવી દિલ્હી: નોકિયાએ પોતાનો નવો સ્માર્ટફોન Nokia 7.1 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનનો સેલ 7 ડિસેમ્બરથી શરૂ થશે.
કેમેરાની વાત કરીએ તો સેલ્ફી કેમેરા 8 મેગાપિક્સલ જ્યારે રિયર કેમેરા 12 MP અને 5MPનો આપવામાં આવ્યો છે.
આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્પેનડ્રેગન 636 SoC મોબાઈલ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોકિયા 7.1 એન્ડ્રોઇડ 9.0 પાઈ અપડેટ પર ચાલશે. જે એન્ડ્રઈડ વન સર્ટિફાઇડ ડિવાઇઝ છે. આ ફોનની કિંમત 19,999 રૂપિયા છે.
આ નવા સ્માર્ટફોનમાં 5.84 ઇંચ ફુલ એચડી+પ્યોરવ્યૂ નોચ ડિસ્મ્પ્લે આપવામાં આવી છે જે HDR10કન્ટેન્ટ સાથે આવે છે. HDR કંન્ટેન્ટની મદદથી યૂટ્યૂબ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને નેટફ્લિક્સના કંન્ટેન્ટ જોઈ શકાય છે.
ડિવાઇસમાં ફાસ્ટ ચાર્ચિંગનો સોપર્ટ આપવામાં આવ્યો છે. બેટરી 3060 mAh આપવામાં આવી છે. યૂએસબી ટાઈપ સી કનેક્ટિવિટી, ડ્યૂઅલ કેમેરા સેટઅપ, 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે.