✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોકિયાએ લૉન્ચ કર્યો બે રિયર કેમેરા વાળો આ Android One સ્માર્ટફોન, બધા ફિચર્સ છે હાઇટેક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Feb 2018 09:39 AM (IST)
1

Nokia 7 Plusમાં 6 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો એસ્પેક્ટ રેશ્યો 18:9 છે, આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 660 પ્રૉસેસર આપવામાં આવ્યું છે અને 4GB રેમ આપવામાં આવી છે. આનું સેલિંગ એપ્રિલની શરૂઆતથી થશે.

2

Nokia 7 Plusની ખાસિયત એ છે કે આને બેઝલ લેસ ડિઝાઇન છે અને આમાં Zeiss ઓપ્ટિક્સ આપવામાં આવ્યું છે.

3

Nokia 7 Plusમાં કનેક્ટિવિટી માટે ડ્યૂલ સિમ સપોર્ટની સાથે માઇક્રો એસડી સ્લૉટ આપવામાં આવ્યો છે, આની ઇન્ટરનલ મેમરી 64GB આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડ દ્વારા આને વધારીને 256GB સુધી કરી શકાય છે.

4

આ સ્માર્ટફોન તમે એપ્રિલથી બ્લેક/કૉપર અને વ્હાઇટ-કૉપર કલર વેરિએન્ટમાં ખરીદી શકશો.

5

આની બેટરી 3,800mAhની છે અને આમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ફૂલ ચાર્જ કરીને 19 કલાક સુધી ટૉકટાઇમ લઇ શકાય છે, જ્યારે આનો સ્ટેન્ડબાય બેકઅપ 723 કલાકનો હશે.

6

Nokia 7 Plusની ખાસિયત આમાં આપવામાં આવેલા કેમેરા પણ છે, આમાં ડ્યૂલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. એક લેન્સ 12 મેગાપિક્સલનનો વાઇડ એન્ગલ છે જેનું અપર્ચર f/1.75 જ્યારે બીજો 13 મેગાપિક્સલનો છે, જેનું અપર્ચર f/2.6 છે. સેલ્ફી માટે આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે જેનું અપર્ચર f/2.0 છે. આ કેમેરામાં Zeiss ઓપ્ટિક્સ આપવામાં આવ્યું છે જે કંપની પહેલા પણ પોતાના મોબાઇલ ફોનમાં આપતી હતી.

7

Nokia 7 Plusમાં Android 8.0 Oreo આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં આમાં નવા અપડેટ્સ પણ મળતા રહેશે.

8

આ સ્માર્ટફોનમાં પણ બોથી ફિચર આપવામાં આવ્યું છે જે અંતર્ગત ફ્રન્ટ અને રિયર કેમેરા એકસાથે કામ કરે છે. આની ડિસ્પ્લે 6 ઇંચની છે અને આમાં આગામી સમયમાં Android P પણ આપવામાં આવશે.

9

નવી દિલ્હીઃ સ્માર્ટફોન માર્કેટમાં ફરી એકવાર નોકિયા ધમાકો કરવા આવી રહ્યું છે. મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2018ની શરૂઆત થતાં જ એચએમડી ગ્લૉબલે પોતાનો સૌથી હાઇટેક સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ ઇવેન્ટમાં એચએમડી ગ્લૉબલે Nokiaના પાંચ મોબાઇલ લૉન્ચ કર્યા, તેમાં Nokia 7 Plus પણ છે જેમાં કંપનીએ Android One આપી છે.

  • હોમ
  • ગેજેટ
  • નોકિયાએ લૉન્ચ કર્યો બે રિયર કેમેરા વાળો આ Android One સ્માર્ટફોન, બધા ફિચર્સ છે હાઇટેક
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.