Nokia 8 એ રૉલઆઉટ કરવાનું શરૂ કર્યું પ્રૉ કેમેરા મૉડ, ફોનમાં હવે આ 2 ફિચર્સ થશે ઓટોમેટિક સેટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોકિયા 8માં આપવામાં આવેલો પ્રૉ કેમેરા મૉડ બરાબર લુમિયાના મેન્યૂઅલ મૉડના જેવો જ છે. જોકે પ્રૉ કેમેરા મૉડ પહેલા જ નોકિયાના બીજા સ્માર્ટફોન્સમાં આવી ચૂક્યા છે. વળી જીએસએમ અરેનાની જેમ રિપોર્ટ અનુસાર અપડેટની સાઇઝ 600 એમબી છે.
નોકિયા 8ના જો કેમેરાની વાત કરીએ તો હવે વ્હાઇટ બેલેન્સ, ફોકસ, આઇએસઓ, શટર સ્પીડ અને એક્સપૉઝર મેન્યૂઅલ કન્ટ્રૉલની મદદથી કામ કરશે. નોકિયાના પ્રૉ કેમેરા મૉડને જોયા બાદ એક વાત તો નક્કી છે કે યૂઝર્સને આ જુની સ્ટાઇલ વાળા નોકિયા ફોન્સની રિંગસ્ટાઇલની જેમ કેમેરા મળશે.
ઉલ્લેખનીય છે કે, આ મહિને એચએમડી ગ્લૉબલે આ માહિતી આપી હતી કે આ મહિને નોકિયા 8માં એક અપડેટ આવશે. કંપનીના સીપીઓ જુહો સરવિકાસે ટ્વીટર દ્વારા આ વાતની માહિતી આપી હતી કે આ માટે કંપનીને થોડો સમય લાગી શકે છે, કેમકે અમારે આખી ઇમેઝિંગ ફ્રેમવર્ક પર કામ કરવું પડશે. અમે છેલ્લા કેટલાય મહિનાઓથી આના પર કામ કરી રહી રહ્યાં છીએ. આમાં ઘણોસમય લાગ્યો પણ બધુ સક્સેસ થઇ ગયું. અમે ટુંકસમયમાં તેના વિશે માહિતી આપીશું, પણ હાલ નોકિયા 8માં અપડેટ મળવાનું શરૂ થઇ ગયું છે જેમાં ઘણાબધા સુધારાઓ કરવામાં આવ્યા છે.
નોકિયા 8માં જે વસ્તુઓની કમી હતી તેને પ્રૉ કેમેરા મૉડ અને બીજા ફિચર્સ હતા તે બાદમાં નોકિયા 8 સિરોક્કો અને નોકિયા 7 પ્લસમાં જોવા મળ્યા હતા. જોકે કંપનીએ હવે ખુલાસો કર્યો છે કે, પ્રૉ કેમેરા મૉડ હવે નોકિયા 8ના હેન્ડસેટ્સમાં પણ મળવાનું શરૂ થઇ ગયું છે.
નવી દિલ્હીઃ HMD ગ્લૉબલે 2017માં નોકિયા 8ના રૂપમાં કંપનીનો પહેલો ટ્રૂ ફ્લેગશિપ એન્ડ્રોઇડ સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો. જોકે ફોનને હાલ એટલો પરફેક્ટ ના કહી શકાય, પણ કેટલીક એવી વસ્તુઓને બેસ્ટ બનાવવાની કોશિશ કરવા માટે કંપનીએ લેટેસ્ટ અપડેટ આપવાનું શરૂ કરી દીધુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -