ભારતમાં આવ્યો નોકિયાનો આ દમદાર ફોન, Wireless ચાર્જિંગ, 12MP કેમેરો સાથે છે આ હાઇટેક ફિચર્સ
ફોનમાં 3260mAh ની બેટરી આપવામાં આવી છે, જે ક્યૂઆઇ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન બ્લેક કલર વેરિએન્ટમાં મળશે. ફોનનું ડાયમેન્શન 140.93 x 72.97 x 7.5 મિલીમીટર છે. નોકિયાના આ ફ્લેગશિપ હેન્ડસેટમાં બ્લૂટૂથ 5.0, યુએસબી, ટાઇપ-સી, એનએફસી, વાઇ-ફાઇ 8802.11 અને બાકીના સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફિચર્સ આપવામાં આવ્યા છે.
ફોનનો ફ્રન્ટ કેમેરો 5MPનો આપ્યો છે. નોકિયોના આ ફોનમાં 6GBની રેમ, 128GBની ઇન્ટરનલ મેમરી અને ક્વાલકૉમ સ્નેપડ્રેગન 835 પ્રૉસેસર આપવામાં આવ્યું છે.
આ ડિવાઇસમાં ZEISS ઓપ્ટિક્સની સાથે ડ્યૂલ રિયર કેમેરા (12MP+13MP) આપવામાં આવ્યો છે. આની સાથે હેન્ડસેટમાં ડ્યૂલ-સાઇટ કેમેરા ટેકનોલૉજી પણ આપી છે.
Nokia 8 Sirocco એક પ્રીમિયમ ફોન જેવો દેખાય છે, આની આગળ અને પાછળ 3D ગ્લાસ લગાવેલો છે, જે ફોનને યૂનિક લૂક અને ગ્લૉસી ફિનિશ છે.
આને કંપનીનો અત્યાર સુધીનો પાવરફૂલ એન્ડ્રોઇડ ફોન કહેવામાં આવે છે. આમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રૉટેક્શનની સાથે 5.5 ઇંચની pOLEd 2K ડિસ્પ્લે આપવામાં આવી છે. આની બૉડી 6000 સીરીઝ એલ્યુમિનિયમની બનેલી છે.
Nokia 8 Sirocco સ્માર્ટફોનમાં કંપનીએ Wireless ચાર્જિંગ ફિચર આપ્યું છે જે ખુબ કામનું છે. આની સાથે 12-13 MPના કેમેરા અને બેસ્ટ લૂક સાથે અન્ય ફિચર્સને એડ કરાયા છે.
આ ફોનમાં કંપનીએ એકદમ અલગ ફિચર્સ આપ્યા છે અને કંપનીનો સૌથી મોંઘો ફોન પણ છે. નોકિયાના દિવાના આ ફોનને 49,999 રૂપિયામાં ખરીદી શકશે, આ ગયા વર્ષના ફ્લેગશિપ સ્માર્ટફોન Nokia 8નું મોટુ અપગ્રેડ છે.
નવી દિલ્હીઃ નોકિયાએ માર્કેટમાં ફરીથી પોતાની પક્કડ બનાવવા માટે નવી નવી કેટેગરી અને ઇનૉવેટિવ ફિચર્સ સાથે સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે. હવે નોકિયાએ પોતોને લેટેસ્ટ ફોન Nokia 8 Sirocco દમદાર ફિચર્સ સાથે માર્કેટમાં ઉતાર્યો છે.