ભારતમાં આવ્યો Nokiaનો સૌથી સસ્તો એન્ડ્રોઈડ સ્માર્ટફોન Nokia 1, જાણો કિંમત અને ફીચર્સ
Nokia 1માં કનેક્ટિવિટી માટે 4G VoLTE સહિત વાઈફાઈ, બ્લૂટૂથ, જીપીએસ, એફએમ રેડિયો અને માઈક્રો યૂએસબી કનેક્ટર જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ છે. તેની બેટરી 2150mAhની છે. કંપનીએ દાવો કર્યો છે કે 9 કલાક સુધીનો ટોકટાઈમ અને 15 દિવસનો સ્ટેન્ડબાય બેકઅપ આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્માર્ટફોન Android Oreo (Go Edition) પર ચાલે છે અને આવનારા સમયમાં તેમાં નવું અપડેટ પણ મળશે. ફોટોગ્રાફી માટે તેમાં 5 મેગાપિક્સલનો ઓટોફોકસ રિયર કેમેરા આપેલો છે આ સાથે એલઈડી ફ્લેશ પણ છે. સેલ્ફી માટે તેમાં 2MPનો ફ્રંટ કેમેરા છે.
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Nokia 1માં 4.5 ઈંચની FWVGA સ્ક્રીન આપેલી છે. અને તેમાં 1.1 GHz ક્વોડ કોર મીડિયાટેક MT6737M પ્રોસેસર આપ્યું છે. તેમાં 1GB રેમ સાથે 8GB ઈન્ટરનલ મેમરી છે. માઈક્રો એસડી કાર્ડ દ્વારા સ્ટોરેજને 128GB સુધી વધારી શકાય છે.
ગૂગલે ‘ગૂગલ ફોર ઈન્ડિયા’ ઈવેન્ટમાં ભારત જેવા દેશો માટે Android Oreo Go એડિશન આપવાની જાહેરાત કરી હતી. આ OSની ખાસિયત છે કે તે એન્ટ્રી લેવલ હાર્ડવેર સ્પેસિફિકેશનવાળા સ્માર્ટફોનમાં પણ સારી રીતે કામ કરે છે. તેને ખાસ રીતે 1GB રેમ વાળા સ્માર્ટફોન માટે ડિઝાઈન કરાઈ છે.
નવી દિલ્હીઃ નોકિયાનો પ્રથમ એન્ડ્રોઇડ ગો સ્માર્ટફોન નોકિયા 1 ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયો છે. આ સ્માર્ટફોન HMD ગ્લોબલે MWC 2018માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ કંપનીનો સૌથી સસ્તો સસ્તો એન્ડ્રોઈડ ઓએસ પર ચાલતો સ્માર્ટફોન છે. આ ઓએસની ખાસિયત એ છે કે આ એન્ટ્રી લેવલ હાર્ડવેર સ્પેસિફિકેશનવાળા સ્માર્ટફોનમાં પણ સારી રીતે કામ કરે છે. તેને ખાસ કરીને 1જીબી રેમવાળા સ્માર્ટફોન માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. તેની કિંમત 5,499 રૂપિયા છે, જેને રિટેલ સ્ટોરથી ખરીદી શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -