✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

માત્ર 501 રૂપિયામાં ખરીદો 4જી સ્માર્ટફોન, 18 નવેમ્બરથી શરૂ થશે વેચાણ, જાણો શું ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Nov 2016 02:27 PM (IST)
1

પ્રથમ તબક્કામાં 51 રૂપિયાનો ખર્ચ ચેમ્પ1 ક્લીન માસ્ટર એપ ડાઉનલોડ કરવા માટે લેવામાં આવશે, 501 રૂપિયા તેમાં જોડવામાં નહીં આવે. જો ગ્રાહક 12 તારીખે ફ્લેશ સેલમાં ફોન ખરીદવામાં સફળ રહે તો તેને 501 રૂપિયાનો આ ફોન માત્ર કેશ ઓન ડિલિવરી પર જ આપવામાં આવશે.

2

રિંગિંગ બેલ્સના ફ્રીડમ 251 બાદ હવે એક નવો સ્માર્ટફોન આવ્યો છે, જે ઓનલાઈન રજિસ્ટ્રેશન દ્વારા માત્ર 501 રૂપિયામાં મળશે. આ 4જી સ્માર્ટફોનનું વેચામ 18 નવેમ્બરથી શરૂ થશે. ભારતમાં જ બનનારો ચેમ્પવન સી1 નામથી આ સ્માર્ટફોનની ખરેખર કિંમત તો 7999 રૂપિયા બતાવવામાં આવી છે પરંતુ તેને એક ફ્લેશ સેલમાં માત્ર 501 રૂપિયામાં વેચવામાં આવશે. આ સેલ 18 નવેમ્બર, શુક્રવારે સવારે 11 કલાકે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા પણ ચેમ્પ1ઇન્ડિયા કંપનીએ આવા જ ફ્લેશ સેલની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેને ટાળવામાં આવી હતી.

3

કંપનીએ ફોન ખરીદનારાઓ માટે એક વિચિત્ર ઓનલાઈન રીત શોધી કાઢી છે. તેમાં ગ્રાહકે પહેલા 51 રૂપિયાની ચેમ્પ1 ક્લીન માસ્ટર મોબાઈલ ખરીદવી પડશે. તેનું વેચાણ 3 નવેમ્બરથી શરૂ થઈ ગયું છે. ક્લીન માસ્ટર એપમાં તમારી જરૂરી વિગતો ભરીને રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરી અને કન્ફર્મ ઓર્ડર પર ક્લિક કરો.

4

ત્યાર બાદ એક પેમેન્ટ વિન્ડો ઓપન થશે, જેમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ નાંખ્યા બાદ ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બન્કિંગ/વોલેટથી 51 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે.

5

કંપની અનુસાર માત્ર આમ કરનાર ગ્રાહક જ ફ્લેશ સેલમાં ફોન ખરીદી શકશે અને કોઈપણ પ્રી-બુકિંગ ઓર્ડર લેવામાં નહીં આવે. 51 રૂપિયા ખર્ચ કર્યા બાદ ગ્રાહક સેલમાં ભાગ લેવા માટે માન્ય રહેશે.

6

આ સ્માર્ટફોનમાં 5 ઇંચની ડિસ્પ્લે, 1.3 ગીગાહર્ટ્ઝ ક્વાડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 2 જીબીની રેમ અને 16 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોનનો રિયર કેમેરો 8 મેગાપિક્સલનો અને ફ્રન્ટ કેમેરો 5 મેગાપિક્સલનો હશે. ઉપરાંત ફોનમાં 2500 એમઓએપની બેટરી લાગેલ હશે. એટલું જ નહીં ચેમ્પ સી એલટીઈ અનેબલ ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે અને તેની સૌથી ખાસ વાત એ છે કે તેમાં એક ફિન્ગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે.

  • હોમ
  • ગેજેટ
  • માત્ર 501 રૂપિયામાં ખરીદો 4જી સ્માર્ટફોન, 18 નવેમ્બરથી શરૂ થશે વેચાણ, જાણો શું ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.