હવે વાયરલેસ સ્ટીકરથી ચાર્જ થશે તમારો મોબાઈલ ફોન, જાણો કેવી રીતે
એનર્જીસ્ક્વેયરની કિંમત 89 ડોલર છે. તેમાં એક ચાર્જિંગ પેડ અને પાંચ સ્ટીકર સામેલ છે.
સ્ટીકરની એક મર્યાદા એ છે કે આ ઉપકરણ ચાર્જિંગ પોર્ટને બ્લોક કરી દે છે અને જો તમારે ઉપકરણને સામાન્ય રીતે ચાર્જ કરવા માગો છો તો સ્ટીરને હટાવવું પડે છે. કંપનીએ આ ખામી હોવાની વાત સ્વીકારી છે અને વચન આપ્યું છે કે, અપડેટેડ વર્ઝનમાં તેની પાછળના ભાગે એક પોર્ટ સામેલ હશે.
એનર્જીસ્ક્વેયરમાં એક ચાર્જિંગ પેડ અને એક સ્ટીકર છે, જેને એક ઉપકરણની પાછળ લગાવવામાં આવે છે. સ્ટીર માઇક્રો-યૂએસબી, યૂએસબી-સી અથવા લાઈટિનિંગનીસાથે બે ઇલેક્ટ્રોડને સપોર્ટ કરે છે. જેનાથી ઉપકરણ ચાર્જિંગ પોર્ટ સાથે જોડાયેલ હોય છે. એક વખત ઉપકરણ પેડ પર રાખ્યા બાદ ચાર્જિંગ શરૂ થઈ જાય છે.
આધુનિક ટેક્નોલોજી દ્વારા તાર વગર કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણને ચાર્જ કરી શકાશે. તેનાથી એવા ઉપકરણ પણ ચાર્જ થઈ શકશે જેમાં વાયરલેસ ચાર્જિંગની સુવિધા આપવામાં આવી નથી. આ રીતે આ એપલના આઈફોન અને આઈપેડને પણ ચાર્જ કરવામાં કારગર હશે. વાયરલેસ ચાર્જર ફ્રાન્સના સ્ટાર્ટઅપે વિકસિત કર્યું છે. તેનું નામ એનર્જીસ્ક્વેયર છે. તેને લાસ વેગાસમાં સીઈએસ વેપાર શો દરમિયાન સીએનટીમાં પણ જોવા મળ્યું.