WhatsAppની આ 4 સૌથી ખાસ વાત તમને જાણો છો?
જો તમે કોઈને બ્લોક કરી રાખ્યા હોય તો તમારો પ્રોફાઈલ પિક્ચર તેના માટે વિઝિબલ નહીં હોય. તમે તેને અનબ્લોક કરશો ત્યાર પછી જ તે તમાનું પ્રોફાઈલ પિક્ચર જોઈ શકશે.
જો તમે પહેલેથી ગૂગલ ID પર ડેટાનો બેકઅપ લઈ લીધો છે અથવા તમે icloud પર રજિસ્ટર કરાવી દીધું છે તો તમે સરળતાથી ડેટા રિકવર કરી શકો છો.
WhatsApp એકાઉન્ટ જેટલા નવા અપડેટ્સ લોન્ચ કરે છે તેમાં હંમેશા સિક્યૂરિટી ટોપ પ્રાયોરિટી પર હોય છે. હાલના અપડેટ્સ, સ્પેશયલી બીટા યૂઝર્સ માટે હેકિંગ શક્ય નથી. જૂના વર્ઝનમાં હેકિંગ થઈ શકતું હતું.
WhatsApp અત્યાર સુધીની નંબર 1 એપ છે જેના 1 બિલિયનથી પણ વધારે એક્ટિવ યૂઝર્સ છે. આ એન્ડ્રોઈડ અને iphone બન્ને યૂઝર્સની વચ્ચે ખૂબ પોપ્યુલર છે. આ એપની વિશેષતા એ છે કે તેમાં રોજ નવા અપડેટ્સ આવતા રહે છે જેના વિશે યૂઝર્સ ખબર નથી પડતી. યૂઝર્સ તેને લઈને મુંઝવણમાં પણ રહે છે અને મોટેભાગે પોતાના સવાલ સોશિયલ સાઈટ્સ પર પૂછતા પણ હોય છે. અહીં કેટલાક એવા સવાલના જ જવાબ આપી રહ્યા છીએ જે વોટ્સએપ યૂઝર્સ પૂછતા હોય છે. તેનાથી તમને વોટ્સએપના કેટલાક ખાસ ફીચર્સ વિશે પણ જાણવા મળશે.
WhatsApp એકાઉન્ટ ડિલીટ કર્યા બાદ તમારો નંબર સર્વસથી disassociate કરી દેવામાં આવે છે. પરંતુ જૂના conversation તમારા મિત્રો માટે વિઝિબલ હોય છે. એકાઉન્ટ ડિલીટ કર્યા બાદ તમારી માહિતી માત્ર સર્વર પરથી હટાવી દેવામાં આવે છે પરંતુ ચેટ યથાસ્થિતિ રહે છે.