ઓપ્પો 3 ફેબ્રુઆરીએ ભારમાં લોન્ચ કરશે નવો સ્માર્ટફોન, રિયરથી વધારે પાવરફુલ હશે સેલ્ફી કેમેરા
આ ફોનની સૌથી મોટી ખાસિયત તેનો સેલ્ફી કેમેરા છે. સામાન્ય રીતે રિયર કેમેરા સેલ્ફી કેમેરા કરતાં પાવરફુલ હોય છે. પરંતુ ઓપ્પોના આ ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. જ્યારે રિયર કેમેરા 13 મેગાપિક્સલનો છે જે અપર્ચર એફ/2.2, પીડીએએફ અને એક એલઈડી ફ્લેશ મોડ્યૂઅલની સાથે આવે છે. ઓપ્પો એ57માં 32 જીબી સ્ટોરોજ છે જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે.
સ્માર્ટફોનમાં 5.2 ઇંચ એચડી (720X1280 પિક્સલ) એલસીડી ડિસ્પ્લે છે જે 2.5ડી કર્વ્ડ ગ્લાસની સાથે આવે છે. આ ફોનમાં એક ફિન્ગરપ્રિન્ટ સેન્સર પણ છે જે હોમ બટનમાં જ ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યું છે.
સ્પેસિફિકેશનની વાત કરીએ તો ડ્યુઅલ સિમ ઓપ્પો એ57 એન્ડ્રોઇડ 6.0 માર્શમૈલો પર ચાલે છે જેની ઉપર ઓપ્પોની કલરઓસ 3.0 સ્કિન આપવામાં આવી છે. આ ફોનમાં 1.4 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર ક્વાલકોમ 435 પ્રોસેસર છે. રેમ 3 જીબી અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 505 જીપીયૂ આપવામાં આવ્યું છે.
ઓપ્પોના અન્ય ફોનની જેમ જ આ ફોનનની ખાસિયત તેનો સેલ્ફી કેમેરા છે. જોકે કંપનીએ એ સ્પષ્ટ નથી કર્યું કે ફોન 3 ફેબ્રુઆરીના રોજ માત્ર લોન્ચ જ કરવામાં આવશે કે પછી ફ્લેશ સેલમાં લોકો તેને ખરીદી પણ શકશે.
ઓપ્પોએ વિતેલા વર્ષે નવેમ્બરના અંતમાં ઓપ્પો એ57ને ચીનનાં બજારમાં લોન્ચ કર્યો હતો. ઓપ્પો એ57 એક મિડ રેન્જ સ્માર્ટફોન છે. ચીનના બજારમાં તેની કિંમત 1599 ચીની યુઆન (અંદાજે 16,000 રૂપિયા) છે. ભારતમાં પણ કિંમત તેની આસપાસ જ રહેવાની ધારણા છે. ચીનના બજારમાં ફોન બે કલર વેરિઅન્ટમાં રોઝ ગોલ્ડ અને ગોલ્ડ કલર વેરિઅન્ટમાં મળે છે.
નવી દિલ્હીઃ ચીનની જાણીતી સ્માર્ટફોન બનાવતી કંપની ઓપ્પો ભારતીય બજારમાં નવો સ્માર્ટપોન રજૂ કરવા જઈ રહી છે. ઓપ્પો ઇન્ડિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેની જાણકારી આપતા કહ્યું છે કે, 3 ફેબ્રુઆરીના રોજ કંપની એ57 સ્માર્ટફોન ભારતીય બજારમાં ઉતારશે.