બાબા રામદેવનું દેશી ‘વોટ્સએપ’ આ વિદેશી એપની ડિટ્ટો કોપી છે!
યુઝર્સને KIMBHO એપ ઈન્સ્ટોલ કરવા પર મળતા મેસેજમાં પણ બોલો એપ નામ આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત ફેસબુક પર કિમ્ભો એપના લોગોવાળું પેજ છે તેમાં પણ ‘Bolo Chat’ નામ આપવામાં આવ્યું છે. ટ્વિટર પર બોલોચેટનું એકાઉન્ટ છે, જેમાં તેને ડિસેમ્બર 2015માં લોન્ચ થયું હોવાનું જણાય છે.
જોકે કિંભો એપ લોન્ચ કર્યાના બીજા જ દિવસે એપને ડેવલપમેન્ટ હેઠળ બતાવાઈને પ્લે સ્ટોર પરથી ઉતારી લેવાઈ છે, જોકે તેના પ્લે સ્ટોર આવતા જ ટ્વિટર પર કેટલાક યુઝર્સ દ્વારા KIMBHO અને BOLOના ફોટો પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ બંને એપના ફોટો એક સરખા જ હતા. આ તસવીર જોયા બાદ લોકો કિંભોને અમેરિકન એપની કોપી હોવાનું કહી રહ્યા છે.
એક વેબસાઈટ દ્વારા એવો દાવો કરાયો છે કે પતંજલિની આ KIMBHO એપ પર એવો આરોપ લાગી રહ્યો છે કે તે અમેરિકન મેસેન્જર એપ્લિકેશન ‘Bolo Chat’ એપની રિબ્રાન્ડીંગ એપ છે. આ એપને અમેરિકાના કેલિફોર્નિયાના ફ્રેમોંટ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાઈ હતી. પતંજલિએ તેનું જ સ્વદેશી રૂપ છે.
નવી દિલ્હીઃ બાબા રામદેવે પહેલા મોબાઈલ સિમ લોન્ચ કર્યું અને હવે વ્હોટ્સએપ મેસેન્જર એપને ટક્કર આપવા માટે માર્કેટમાં પતંજલી બ્રાન્ડની કિંભો નામની એપ લોન્ચ કરી છે. જોકે પતંજલિની આ કિંભો એપ અન્ય એપની કોપી પેસ્ટ તો છે જ સાથે જ સિક્યોરિટી પ્રમાણે પણ ખૂબ જ ખતરનાક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -