Xiaomi Redmi 5ની તસવીરો સ્પેસિફિકેશન્સ લીક, જાણો વિગતે
લીક્ડ અહેવાલ અનુસાર તેમાં ફેસ ડિટેક્શન ઓટોફોકસથી સજ્જ 16 મેગાપિક્સલનો રિયર કેમેરા મળી શકે છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. સમાચાર એ છે કે તેમાં ક્વાલકોમનું ફાસ્ટ ચાર્જિંગની સાથે 3,000mAhની બેટરી પણ આપી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRedmi 5ના એક વેરિઅન્ટમાં 3GB રેમની સાથે 32GBની ઇન્ટરનલ મેમેરી હશે, જ્યારે અન્ય વેરિઅન્ટમાં 4જીબી રેમની સાથે 64જીબીની ઇન્ટરનલ મેમરી હોઈ શકે છે. કંપની તેમાં Android Nougat 7.1.1 બેસ્ડ MIUI આપી શકે છે.
અહેવાલ અનુસાર આ ફોન પણ મેટલ બોડીવાળો સ્માર્ટફોન હશે અને તેનું ડિસ્પ્લે 5 ઇંચનું હશે જેનું રિઝોલ્યુશન 1920*1080 હશે. પ્રોસેસર ઉપરાંત બન્ને વેરિઅન્ટના સ્પેસિફિકેશન્સ પણ અલગ હશે.
Redmi 5ના પણ બે વેરિઅન્ટ હોઈ શકે છે અને બન્નેમાં અલગ અલગ પ્રોસેસર હશે. એકમાં Snapdragon 625 હશે જ્યારે બીજામાં Snapdragon 630 હશે.
નવી દિલ્હીઃ Xiaomi હાલમાં જ ભારતમાં Redmi 4 લોન્ચ કર્યો છે. હવે તેનું નેક્સ્ડ વેરિઅન્ટ એટલે કે રેડમી 5ની તસવીરો સામે આવી છે. ચીનના સોશિયલ મીડિયા વેબસાઇટ વીબો પર Xiaomi Redmi 5નું રેન્ડર લીક થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -