ગૂગલ પ્લે સ્ટોર પર WhatsApp, ફેસબુકનો નહીં PUBGનો રહ્યો દબદબો, જાણો વિગત
ગૂગલે આ વખતે નવી કેટેગરી પણ બનાવી છે. જેમાં સૌથી વધારે પોપ્યુલર થનારી એપ્સનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે ત્રણ સબ કેટેગરી પણ બનાવવામાં આવી છે. જેમાં મોસ્ટ ફેવરિટ એપ, ગેમ અને મૂવીઝ સામેલ છે.
આ વખતે ગૂગલ પ્લે સ્ટોર પર મોસ્ટ પોપ્યુલર ગેમ પબજી રહી છે. મોસ્ટ ફેવરીટ મુવી અવેન્જર્સ ઈનફિનિટી વોર્સ છે. ગૂગલ પ્લે સ્ટોર પર સૌથી પોપ્યુલર એપ યૂટ્યુબ ટીવી રહી છે.
આ વખતે ગૂગલ પ્લે સ્ટોર પર બે કેટેગરીમાં PUBG મોબઇલ ગેમ નંબર 1 રહી છે. પબજી બેસ્ટ ગેમ 2018 અને ફેન ફેવરિટ એપ્સ જાહેર થઈ છે. કંપનીએ અલગ અલગ કેટેગરીમાં કઈ એપ ટોપ પર રહી તેનું લિસ્ટ પણ જાહેર કર્યું છે.
નવી દિલ્હીઃ ગૂગલ પ્લે સ્ટોર તરફથી વર્ષ 2018માં સૌથી વધારે ડાઉનલોડ થયેલી એપ્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 2018નું વર્ષ પૂરું થઈ જવા રહ્યું છે ત્યારે એન્ડ્રોઇડમાં સૌથી વધારે કઇ એપ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી અને પ્લે સ્ટોર પર શું સૌથી વધારે લોકપ્રિય છે તેની માહિતી જાહેર કરવામાં આવી છે.