11 ડિસેમ્બરે લૉન્ચ થશે આ અદભૂત ફોન, 2 ડિસ્પ્લે અને 3 રિયર કેમેરા છે ખાસિયત, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીવો NEX 2ની લેન્ડિંગ પર ત્રણ જીફ ઇમેજ છે. આમાં ત્રણ રિયર કેમેરા દેખાઇ રહ્યાં છે. યુટ્યૂબ પર વીડિયો પણ પૉસ્ટ કરવામાં આવ્યો છે. રિયર પેનલ સૌથી ઉપર એક સર્ક્યૂલર મૉડલ્સ છે. જેમાં બે કેમેરા છે અને ત્રણ કેમેરા સાઇડમાં છે. રિયર પેનલ ડિસ્પ્લે ફ્રન્ટથી નાનો હશે અને હાલમાં આ સ્પષ્ટ નથી કે આને મેઇન ડિસ્પ્લે તરીકે પણ યૂઝ કરવામાં આવશે કે નહીં.
આ વખતે NEX માં કોઇ બેઝલ નહીં હોય અને ફૂલ ડિસ્પ્લે હશે. સેલ્ફી માટે ફ્રન્ટ કેમેરા નહીં હોય અને આ વખતની જેમ પૉપ અપ કેમેરા પણ નહીં હોય. સેલ્ફી માટે રિયર કેમેરાનો યૂઝ કરવામાં આવશે, કેમકે આની રિયર પેનલ પર પણ ડિસ્પ્લે જે સેલ્ફી ક્લિક કરવા માટે પણ કામ આવશે. કંઇક આવી જ રીતનો સેટઅપ તમને ફૉલ્ડેબલ સ્માર્ટફોન્સમાં પણ મળશે.
આમાં NEX 2ના રેન્ડર્સ લીક થયા છે, જેમાં ડ્યૂલ ડિસ્પ્લે દેખાઇ રહી છે. રિપોર્ટ અનુસાર 11 ડિસેમ્બરે કંપની NEX 2ને લૉન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં 10જીબી રેમની સાથે 128જીબીની ઇન્ટરનલ મેમરી હોવાની પણ ચર્ચા છે.
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર વીવોએ NEX 2નુ ટીઝર રિલીઝ કરી દીધુ છે. આ કંપનીનો ફ્લેગશિપ સ્માર્ટફોન છે અને ગયા વખતે આની ખાસિયત આમાં આપેલી ફૂલ ડિસ્પ્લે અને પૉપ અપ સેલ્ફી કેમેરો હતો. આ વખતે કંપની ફરીથી કંઇક નવું કરવાની તૈયારીમાં છે, અને NEXમાં ડ્યૂલ ડિસ્પ્લે આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -