છેલ્લા છ મહિનામાં WhatsAppમાં આવ્યા છે આ 10 હાઇટેક ફિચર્સ, તમે USE કર્યા?
સ્ટેટસમાં હવે યૂઝર વીડિયો, ફોટો અને GIF પણ નાંખી શકે છે. આ માટે તમે તમારા ફોનમાં સેવ કરેલી કન્ટેન્ટ પર પણ જઇ શકો છો. આ એકદમ આસાન છે. આ સ્ટેટસ 24 કલાકમાં ગાયબ થઇ જશે, તમે ઇચ્છો તો જાતે પણ ડિલીટ કરી શકો છો.
જાન્યુઆરીમાં WhatsAppએ વીડિયો સ્ટ્રીમિંગ માટે નવું ફિચર લૉન્ચ કર્યું હતું, જેમાં યૂઝર્સ ડાઉનલૉડ કરતી વખતે વીડિયોને જોઇ શકે છે. જો પસંદ ના આવે તો તે ડાઉનલૉડીંગ રોકીને ડેટા બચાવી શકે છે.
WhatsAppએ ચેટ બૉક્સમાં જ અટેચમેન્ટ અને કેમેરાનું ઓપ્શન આપી દીધું છે. આ ફિચર આવ્યા પછી યૂઝર્સ વીડિયોને GIFમાં કન્વર્ટ કરી તેને કોઇપણને સેન્ડ કરી શકે છે. આ માટે વીડિયો 6 સેકન્ડનો હોવો જરૂરી છે.
તમે અપડેટ કરેલા સ્ટેટસ પર કૉમેન્ટ પણ કરી શકો છો. આ માટે તમારે તે સ્ટેટસ પર જવું પડશે, ત્યાં તમને રિપ્લાયનો ઓપ્શન દેખાશે. અહીં કૉમેન્ટ કરવાથી તે તમારા મિત્રના ચેટ બૉક્સમાં દેખાશે.
તમે ઇચ્છો તો નવી સ્ટેટસ સ્ટૉરીને કેટલાક લોકો માટે છુપાવી પણ શકો છો. અહીં તમને ત્રણ ઓપ્શન- My contacts, My contacts except, and Only share with મળશે. તમારી મરજી મુજબ કોઇપણ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો.
હવે તમારા WhatsApp પર ચાર ટેબ આવી ગઇ છે, જેમાં એક ટેબ સ્ટેટસ માટે ડેડિકેટેડ છે. આમાં જઇને + આઇકૉન પર ટેપ કરીને પોતાનું સ્ટેટસ સેટ કરી શકો છો. બીજી ટેબ મેસેજ, કૉલ્સ અને કેમેરા માટે છે. કેમેરાથી તમે ફોટો ક્લિક કરી WhatsApp પર ડાયરેક્ટ પોતાના કૉન્ટેક્ટ મોકલી શકો છો.
વૉટ્સએપે યૂઝર્સ માટે મલ્ટીપલ કૉન્ટેક્ટ્સ શેરિંગ ફિચરને લૉન્ચ કર્યું છે, જેની મદદથી હવે યૂઝર ઘણાબધા કૉન્ટેક્ટ્સ અને ઇમેઇલ ડિટેલ્સને એકસાથે વૉટ્સએપ દ્વારા શેર કરી શકે છે. આ પહેલા જો કોઇ યૂઝરને બે-ત્રણ કૉન્ટેક્ટ્સ એકસાથે સેન્ડ કરવા હોય તો એકજ પ્રૉસેસ બે-ત્રણ વાર કરવી પડતી હતી.
હાલમાં જ WhatsAppએ પીન ફિચર રજૂ કર્યું છે. જેને યૂઝ કરવા માટે જે ફ્રેન્ડને વારંવાર વાત કરતા હોઇએ તેના નામ પર ટેપ કરો. ટેપ કર્યા પછી તમને એક પીન (બોર્ડ પીનની જેમ) દેખાશે, તેના પર ટેપ કરવાથી તે નંબર Pin થઇ જશે. આ રીતે આપણે ત્રણ નંબરને Pin કરી શકીએ છીએ. Pin થયા પછી આ ત્રણેય નંબર સૌથી ઉપર રહેશે. અન્યના મેસેજ આવશે તો પણ આ નંબર ઉપર જ રહેશે.
WhatsApp હંમેશા પોતાના યૂઝર્સને કંઈને કંઈક નવું આપતું રહે છે. બદલાતી ટેક્નોલોજી અને લોકોની આદતને ધ્યાનમાં રાખીને WhatsAppએ છેલ્લા 6 મહિનામાં અનેક નવા ફિચર્સ એડ કર્યા છે જે પોતાના યૂઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. જેમાં સ્ટેટસથી લઈ ચેટ બોક્સ, એટેચમેન્ટ અને વીડિયો કોલિંગ, પીન ફિચર સામેલ છે. અહીં તમને હાલમાં જ WhatsAppમાં એડ થયેલ નવા નવા અપડેટ વિશે જણાવી રહ્યા છીએ.