WhatsApp લાવ્યું નવું ફિચર, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ
આ ફિચરને યૂઝ કરવા માટે જે ફ્રેન્ડને વારંવાર વાત કરતા હોઇએ તેના નામ પર ટેપ કરો. ટેપ કર્યા પછી તમને એક પીન (બોર્ડ પીનની જેમ) દેખાશે, તેના પર ટેપ કરવાથી તે નંબર Pin થઇ જશે. આ રીતે આપણે ત્રણ નંબરને Pin કરી શકીએ છીએ. Pin થયા પછી આ ત્રણેય નંબર સૌથી ઉપર રહેશે. અન્યના મેસેજ આવશે તો પણ આ નંબર ઉપર જ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWhatsApp પોતાના યૂઝર્સ માટે નવું ફિચર Pin to Top Chat લઇને આવ્યુ છે. આ ફિચરની મદદથી હવે યૂઝરફેવરેટ ચેટ અથવા ફ્રિકવન્ટલી ચેટને ઉપર રાખી શકીશું. આ ફિચરને આ મહિનાની શરૂઆતમાં માત્ર એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં લાવવામાં આવ્યું હતુ, હવે તેને એન્ડ્રોઇડ યૂઝર માટે લૉન્ચ કરી દેવામાં આવ્યું છે.
વોટ્સએપ પર જઈ જે નંબરને પીન કરવો છે તેના પર ટેપ કરો, આમ કરવાથી ટોપ પરતમને એક પીન દેખાશે. તેને ટેપ કરવાથી નામ pinned થઈ જશે, નંબરની સામે એક પીન દેખાવા લાગશે. એક સાથે ત્રણ નંબરને જ પીન કરી શકો છો.
જો તમે ત્રણ નંબર પછી ચોથા નંબરને પીન કરવાનો પ્રયત્ન કરશો તો નહીં કરવા દે. પીનને દુર પણ કરી શકાય ચે, આ માટે નામ પર ફરીથી ટેપ કરવું પડશે ત્યાં પીનને દૂર કરવાનો વિકલ્પ મળશે. જેનાપર ટેપ કરવાથી અનપીન થઈ જશે. પીન કર્યા પછી ત્રણ નંબર જ ઉપર રહેશે, બાકીના મેસેજ ત્રણ નંબર પછી આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -