999 રૂપિયામાં LTE અને VoLTE ફીચર ફોન લાવશે જિયો, ગ્રાહકોને મળશે ફ્રી કોલ અને ડેટા
999 અને 1,500 રૂપિયાના જિયોનો આ ફોન LTE અને VoLTEવાળો હશે. તેમાં ફ્રન્ટ અને રિયલ કેમેરો પણ હશે. ઉપરાંત તેમાં જિયોની એપ જેમ કે જિયો ચેટ, લાઈવ ટીવી અને વીડિયો ઓન ડિમાન્ડ વગેરે પણ હશે. અહેવાલ અનુસાર તેમાં જિયો મની વોલેટ પણ હશે.
જણાવીએ કે રિલાયન્સ જિયોએ ઇન્ટરનેટની સરેરાશ ડાઉનલોડ સ્પીડના મામલે અન્ય ટેલીકોમ કંપનીઓને પાછળ છોડી દીધી છે. ડિસેમ્બર મહિનામાં જિયો નેટવર્ક પર સરેરાશ ડાઉનલોડ સ્પીડ 18.16 મેગા બાઈટ પ્રિત સેકન્ડ (એમબીપીએસ) રહી છે.
જિયો 999થી 1,500 રૂપિયાની કિંમતવાળા LTE અને VoLTE ફીચરવાળા ફોન લોન્ચ કરશે. વિશ્લેષકોનું માનીએ તો તેનાથી સ્માર્ટફોન બજારમાં તહેલકો મચી જશે.
નવી દિલ્હીઃ ભારતીય ટેલીકોમ ઉદ્યોગમાં પોતાની ફ્રી કોલ અને ડેટા જેવી ઓફરથી તહેલકો મચાવનારી કંપની રિલાયન્સ જિયો હવે સ્માર્ટફોન બજારમાં તહેલકો મચાવાવની તૈયારીમાં છે. અંગ્રેજ સમાચારપત્રના એક અહેવાલ અનુસાર રિલાયન્સ જિયો ઇન્ફોકોમ પોતાની હેપી ન્યૂ યર ઓર અંતર્ગત હવે ખૂબ જ ઓછી કિંમતમાં LTE અને VoLTE ફીચરવાળો ફોન્ચ લોન્ચ કરવા જઈ રહી છે.