આઈફોન યૂઝર્સ માટે WhatsAppમાં આવ્યા નવા ફિચર્સ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
મેસેજ રિપ્લાય શોર્ટકટ: આ ફિચરથી આઇફોન યૂઝર્સ હવે WhatsApp પર આવનારા મેસેજને આસાનીથી રિપ્લાય કરી શકે છે, એટલે ગ્રુપમાં આવનારા મેસેજને ઝડપથી માત્ર એક સ્વાઇપ કરવાથી રિપ્લાય કરી શકે છે, પહેલા રિપ્લાય કરવા માટે મેસેજ પર લાંબુ ક્લિક કરી ઉપર આપેલા બેક એરો પર ક્લિક કરવું પડતું હતું. આમ મેસેજનો રિપ્લાય શોર્ટકટથી આપી શકાશે.
ફોટો ફિલ્ટર: આઇફોન યૂઝર્સ હવે વૉટ્સએપના બધા ફોટો, વીડિયો અને GIFને ફિલ્ટર કરી શકશે, એટલે ફિલ્ટર ઓપ્શન પર ક્લિક કરવાથી ફોટો, વીડિયો કે GIFને એડિટ કરી શકાય છે. કોઇપણ મીડિયા ફાઇલને ક્રૉપ કરવાની સાથે સાથે તેનો રંગ-રૂપ પણ બદલી શકાય છે. તમે પૉપ, બ્લેક એન્ડ વ્હાઇટ, કૂલ, ક્રૉપ અને ફિલ્મમાંથી કોઇ એક ફિલ્ટરને તમે સિલેક્ટ કરી શકશો.
ઓટોમેટિક આલ્બમ: આ ફિચરથી આઇફોન યૂઝર્સ કોઇને પણ ચારથી વધારે ફોટો-વીડિયો મોકલે કે રિસીવ કરે તો વૉટસએપ તેને ઓટોમેટિક આબ્લમમાં ફેરવી દેશે. આ મેસેજ તમને ટાઇલના રૂપે દેખાશે, એટલે વૉટ્સએપ આને એક ગ્રુપ ફોટો બનાવી દે છે, જેના પર ક્લિક કરવાથી બધા ફોટો અને વીડિયો જોઇ શકાય છે.
નવી દિલ્હીઃ મેસેજિંગ એપ્સ વૉટ્સએપમાં નવા ફિચર્સ એડ થવાનો સિલસિલો શરૂ થયો છે. વૉટ્સએપે આઇફોન યૂઝર્સ માટે ઓટોમેટિક આલ્બલ, ફોટો ફિલ્ટર અને મેસેજ રિપ્લાય શોર્ટકટ એમ ત્રણ નવા ફિચર્સ એડ કર્યા છે. જે ટુંકસમયમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. અહીં અમે તમને તે ફિચર્સ અને તેના યૂઝેસ વિશે બતાવીએ છીએ.