Airtel બાદ Jioએ લૉન્ચ કર્યું આ ફિચર, એક મહિના સુધી છે Free
તાજેતરમાં જ ભારતી એરટેલે પણ આવુ જ એક ફિચર લૉન્ચ કર્યું હતું. ત્યારથી એવી સંભાવના હતી કે જિઓ પણ આને લૉન્ચ કરી શકે છે, પણ જિઓએ બહુ જલ્દી આને લૉન્ચ કરી દીધું છે.
જિઓની આ ટ્યૂન માત્ર 30 દિવસ માટે જ ફ્રીમાં મળશે. જો તમે આ સર્વિસનો લાભ લેવા ન માગતા હોય તો આને અનસબ્સક્રાઇબ પણ કરાવી શકો છો. આ માટે તમારે 'STOP' લખીને 56789 પર મેસેજ સેન્ડ કરવો પડશે.
જોકે આ ફિચર માત્ર iOS યૂઝર માટે જ લૉન્ચ કરવામાં આવ્યું છે, ટુંકસમયમાં આને એન્ડ્રોઇડ ફોન માટે પણ લૉન્ચ કરવામાં આવશે. iOS યૂઝર આને મ્યૂઝિક પ્લેયરની સ્ક્રીન પર જોઇ શકે છે. અહીં તેમણે 'Set as Jio Tune' નું ઓપ્શન દેખાશે.
હાલમાં ટેલીકોમ ઉદ્યોગમાં જોરદાર પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. દરેક ટેલીકોમ કંપનીને એક બીજાને પાછળ રાખવા માટે અનેક પ્લાન્સ અને ઓફર્સ રજૂ કરી રહી છે. પોતાના કસ્ટમર્સને લલચાવવા જિઓ પણ કોઇપણ કસર છોડવા નથી માગતી. સસ્તી ઓફર્સ પછી હવે જિઓએ Jio music એપમાં નવું અપડેટ લૉન્ચ કર્યું છે, જે પછી જિઓ યૂઝર્સ હેલ્લો ટ્યૂન સેટ કરી શકે છે, આનું નામ Jio tune હશે.