Reliance Jioની વધુ એક ધમાલ, આ મામલે પણ તમામ કંપનીઓને છોડી પાછળ
અહેવાલ અનુસાર જિયોની સેવાઓની અસર અન્ય કંપનીઓ પર પણ દેખાઈ રહી છે. આ તમામ કંપનીઓએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણુંબધુ કરવું પડશે, ખાસ કરીને 4જી સેગમેન્ટમાં કામ કરવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ માટે ફર્મે તમામ મુખ્ય રાજ્યોની રાજધાની સહિત અન્ય મુખ્ય શહેરમાં આ અભ્યાસ કરતાં નેટવર્ક કવરેજનું કવરેજ અને સ્પીડનો અભ્યાસ કર્યો હતો.
નવી દિલ્હીઃ રિસર્ચ ફર્મ ક્રેડિટ સુઈસ ઇક્વટી રિસર્ચે જુદા જુદા શહેરમાં ડેટા નેટવર્ક (મોબાઇલ ઇન્ટરનેટ) સર્વેના આધારે એક અહેવાલમાં કહ્યું છે કે, નેટવર્ક કરવરેજની દૃષ્ટિએ રિલાયન્સ જિયો અન્ય કંપની કરતાં ઘણી આગળ છે.
અહેવાલ અનુસાર 4જી ડાઉનલોડ સ્પીડની દૃષ્ટિએ સામાન્ય રીતે એરટેલ (12 એમબીપીએસથી વધારે સ્પીડ)ની સાથે આગળ છે. જ્યારે વોડાફોન, આઈડિયા અને જિયો લગભગ એક સાથે (7-8 એમપબીપીએસ સ્પીડ)માં છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં દેશમાં કુલ ડેટા ટ્રાફિકમાંથી 90 ટકાથી વધારે ડેટા જિયોના નેટવર્ક દ્વારા આવી રહ્યો છે.
ફર્મે 30થી વધારે શહેરમાં આ અંગે કરવામાં આવેલ અભ્યાસના આધારે અહેવાલ તૈયાર કર્યો છે. સર્વેમાં સામેલ 80 ટકા શહેરમાં જિયોનું નેટવર્ક કવરેજ સારું છે જ્યારે અન્ય કંપનીઓનું નેટવર્ક કરવરેજ માત્ર 30 ટકા શહેરમાં જ ટોપ કેટેગરીમાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -